Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

કૌરવોનો જન્મ સ્ટેમસેલ અને ટેસ્ટ ટ્યૂબ તકનીકો દ્વારા થયો હતો :આંધ્રપ્રદેશની યુનિ,ના વીસીની જ્ઞાનવાણી

ભગવાન રામ એવા અસ્ત્રો અને શસ્ત્રોનો ઉપયોગ કરતા જે લક્ષ્ય ભેદીને પાછા આવતા

આંધ્રપ્રદેશ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર જી.નાગેશ્વરરાવે ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં દાવો કર્યો છે કે કૌરવોનો જન્મ સ્ટેમસેલ અને ટેસ્ટ ટ્યૂબ તકનીકો દ્વારા થયો હતો. ભારતે હજારો વર્ષ પહેલા જ આવું જ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું.

 આંધ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર જી.નાગેશ્વરરાવે ક્હયું છે કે ભગવાન રામ એવા અસ્ત્રો અને શસ્ત્રોનો ઉપયોગ કરતા હતા કે જે લક્ષ્ય ભેદીને પાછા આવતા હતા. મિસાઈલોનું વિજ્ઞાન ભારત માટે નવું નથી અને તે હજારો વર્ષોથી અહીં અસ્તિત્વમાં હતું.

(8:43 pm IST)