Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

નીતીશકુમારની પાર્ટી એનડીએ સાથે છેડો ફાડે નહીંતર બિહારમાં ખતમ થઇ જશે:કોંગ્રેસના નેતાએ આપી સલાહ

નીતીશકુમારની પાર્ટી અને ભાજપ વચ્ચે રામ મંદિર અને ત્રિપલ તલાક મુદ્દે વૈચારિક મતભેદ

નવી દિલ્હી :નિતીશ કુમારની પાર્ટી એનડીએ સાથે છેડો ફાડે, નહિતર નિતીશ કુમારની પાર્ટી બિહારમાં ખતમ થઇ જશે.તેમકોંગ્રેસનાં નેતા સદાનંદ સિંઘે જણાવ્યું હતું

  તેઓએ કહ્યું કે નિતીશ કુમારની પાર્ટી અને ભાજપ વચ્ચે ઘણા મોટા વૈચારિક ભેદ છે. ખાસ કરીને રામ મંદિર અને ત્રિપલ તલાક મુદ્દે નિતીશ કુમારની પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે ઘણા મતભેદો છે. જો આ મતભેદો વચ્ચે વણ જો નિતીશ કુમાર ભાજપ સાથે રહેશે તો શક્ય છે કે, તેમનો બિહારમાંથી સફાયો  થઇ જાય

   સદાનંદ સિંઘે કહ્યું કે, "જનતાદળ (યુનાઇટેડ)ને ખબર પડવી જોઇએ કે, બિહારનાં લોકો સાથે ઉભા રહેવુ એ મહત્વનું છે. જો કે, નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ સાથે રહેશે તો બિહારમાં તેમનું ટકવું મુશ્કેલ બની જશે. બિહારમાંથી નિતીશ કુમારની પાર્ટીનો સફાયો બોલાઇ જશે".

ત્રિપલ તલાક કાયદા મુદ્દે જનતાદળ (યુનાઇટેડ)એ કહ્યુ હતું કે, આ મામલે તમામ રાજકીય પક્ષોનો એક મત સધાય તે જરૂરી છે. જો ત્રિપલ તલાક વિરુદ્દનો બિલ સંસદમાં લાવવામાં આવશે તો જનતાદળ (યુનાઇટેડ) તેનું સ્ટેન્ડ ક્લિયર કરી દેશે.

 

(12:06 pm IST)