Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

2019માં રામ મંદિર નહિ રોજગારી હશે ચૂંટણી એજન્ડા : રામમંદિર અમારો મુદ્દો નથી :અયોધ્યા મામલે પહેલીવાર બોલ્યા રાહુલ ગાંધી

ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, બેકારી અને લોકોની સમસ્યાઓ મોટા મુદ્દા હશે રાફેલ ડીલ મુદ્દાને વધુ ઉગ્રતાથી ઉઠાવવા આપ્યો સંકેત

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પહેલીવાર રામ મંદિર મુદ્દે વાત કરી હતી રાહુલ ગાંધીએ 2019 લોકસભા ચૂંટણીમાં રામ મંદિરને કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી એજન્ડા નહિ હોવાનું જણાવ્યું હતું તેમનું કહેવું છે કે, લોકસભા ચૂંટણી માટે રામ મંદિર કોંગ્રેસનો મુદ્દો નથી રાહુલે કહ્યું કે, 2019 ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, બેકારી અને લોકોની સામાન્ય સમસ્યાઓ મોટા મુદ્દા હશે, રામ મંદિર અમારા એજન્ડામાં નથી.

 

     અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા જમીન વિવાદ મામલે સુનાવણી 10 જાન્યુઆરી સુધી ટાળી દેવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સુનાવણી માટે એક ઉપયુક્ત બેન્ચની રચના કરવામાં આવશે.
  રાહુલ ગાંધીએ રામ મંદિરને મોટો મુદ્દો માનવાનો ઇન્કાર કર્યો છે પરંતુ રાફેલ ડીલ મુદ્દાને વધુ ઉગ્રતાથી ઉઠાવવાનો સંકેત આપ્યો છે તેમણે ફરી આક્રમક અંદાજમાં પોતાનો સવાલ ફરી પૂછ્યો અને મોદી સરકાર પર હુમલો કર્યો. રાહુલ ગાંધીએ અરુણ જેટલી પર ગાળો આપવાનો આરોપ પણ લગાવ્યો. રાહુલે કહ્યું કે, અરુણ જેટલીએ લાંબું ભાષણ આપ્યું, મને ગાળો આપી પરંતુ મારા સવાલોના જવાબ ન આપ્યા.
  પીએમ મોદીને લોકસભામાં ચર્ચાનો પડકાર આપતા રાહુલે કહ્યું કે, પીએમ મોદી રાફેલ પર ચર્ચાથી ભાગી રહ્યા છે. આ પહેલા ગુલાબ નબી આઝાદે પણ પીએમ પર રાફેલ સ્કેમ પર પડદો નાખવાના પ્રયાસનો આરોપ લગાવ્યો હતો. બીજી તરફ, કોંગ્રેસ સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે સુપ્રીમ કોર્ટમાં સરકારે ખોટી એફિડેવિટ રજૂ કરી છે

(12:09 am IST)