Gujarati News

Gujarati News

News of Saturday, 5th January 2019

ચાર જ્યોતિર્લિંગ અને અલ્હાબાદ કુંભ સ્નાન માટે રેલવે તંત્ર દ્વારા સસ્‍તી યાત્રાઃ પાંચમી ફેબ્રુઆરીથી સુવિધાનો પ્રારંભ

નવી દિલ્હીઃ જો તમે નવા વર્ષે શિરડી અને ચાર જ્યોતિર્લિંગનો પ્રવાસ કરવા માગતા હોવ અને તે પણ સસ્તામાં તો તમારા માટે ખૂબ સારા સમાચાર છે. IRCTC શ્રદ્ધાળુઓ માટે ખાસ આસ્થા સ્ટર્કિટ ટૂરિસ્ટ ટ્રેનની શરુઆત કરી છે. જેમાં શ્રદ્ધાળુઓને અલ્હાબાદ કુંભ સ્નાનનો મોકો પણ મળશે. આ સાથે જ તમે ચાર જ્યોતિર્લિંગ, દ્વારાકા જગતમંદિર, શિરડી સાંઈ દર્શન પણ કરી શકશો. જ્યોતિર્લિંગમાં મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, નાગેશ્વર અને સોમનાથ જ્યોતિર્લિંગનો સમાવેશ છે.

માત્ર 11,340નું પેકેજ

આ પેકેજનો લાભ ઉઠાવવા માટે તમારે પ્રતિ વ્યક્તિ 11340 રુપિયા ભરવા પડશે. જેમાં તમને 11 દિવસ અને 12 દિવસની યાત્રા કરાવવામાં આવશે. આ માટે શ્રદ્ધાળુઓ IRCTCની વેબસાઇટ પર ઓનલાઇન બુકિંગ કરાવી શકે છે. પેકેજમાં પ્રવાસીઓને શાકાહારી નાસ્તો, ભોજન, ધરમશાળામાં રાત્રિ વિશ્રામ, બસમાં મંદિર દર્શન, સુરક્ષાની વ્યવસ્થા અને ટૂર મેનેજરની સુવિધા મળશે.

5 ફેબ્રુઆરીથી શરુ થશે આ સર્વિસ

આ સર્વિસ 5 ફેબ્રુઆરીથી શરુ થશે. જેમાં IRCTC પટના કાર્યાલય દ્વારા આસ્થા સર્કિટ સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેનનું સંચાનલ કરવામાં આવશે. જેમાં 800 લોકો માટે સ્લીપર ક્લાસ સીટનું બુકિંગ કરવામાં આવશે. ટ્રેન ઉપડવાનું સ્ટેશન રખ્સૌલ રાખવામાં આવ્યું છે. જ્યાં 5 ફેબ્રુઆરીએ સવારે 11 વાગ્યે આ ટ્રેન તેના પ્રવાસ પર નીકળશે. ટ્રેન રખ્સૌલથી, સીતામઢી, દરભંગા, સમસ્તીપુર, મુઝ્ઝફરપુર, હાજીપુર, પાટલિપુત્ર જંક્શન અને પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન થઈને આ ટ્રેન યાત્રા પર નીકળશે.

(12:00 am IST)