Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

અંબાણીની દીકરીના લગ્નમાં વિશ્વભરના અતિથિ આવશે :25 ચાર્ટર પ્લેન અને 1000 ગાડીઓ ઉદયપુરમાં પહોંચશે

શાહી પાર્ટીના આયોજન- વ્યવસ્થાના ભાગ રૂપે તમામ ફાઈવ સ્ટાર હોટલ બુક કરાવાઈ

મુંબઈ :મુકેશ અંબાણી ઉદયપુરમાં દીકરી ઇશાના લગ્ન પહેલાં પ્રી વેડિંગ પાર્ટીનું અાયોજન કરી રહ્યાં છે. જેમના દુનિયાભરમાં અતિથીઓ મહેમાન બનશે. અંબાણીએ ઉદયપુરની ફાઇવસ્ટાર હોટલો બુક કરી લીધી છે. અતિથીઓની અાગતા સ્વાગતા માટે 1000 અતિ ભવ્ય કારોનો કાફલો ઉદયપુર પહોંચ્યો છે.  મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પીરામલ 12 ડિસેમ્બરે મુંબઈમાં લગ્નની ગાંઠે બંધાશે. રાજસ્થાનના ઉદયપુરમાં આગામી તારીખ 8 અને 9મીએ એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હજ્જારો વિશેષ અતિથિઓ શામેલ થશે.

   એકબાજુ રાજસ્થાનમાં ચૂંટણીની મોસમ છે બીજી બાજુ આટલી વિશાળ સંખ્યામાં આયોજિત ભવ્ય પાર્ટીમાં ભાગ લેવા મહેમાનોની આવાગમન રહેવાથી ઉદયપુરમાં મહારાજા પ્રતાપ એરપોર્ટ પર પ્લેનની ભારે અવરજવર જોવા મળશે.

  ઉદયપુરમાં શાહી પાર્ટીના આયોજનમાં વ્યવસ્થાના ભાગ રૂપે શહેરની તમામ ફાઈવ સ્ટાર હોટલ બુક કરાવી દેવામાં આવ્યા છે. સાથે જ 1000 લકઝરી કારનો કાફલો પણ આવાગમન માટે તૈનાત કરવામાં આવ્યો છે.

(9:51 pm IST)