Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

દુબઇના વાઇસ પ્રેસિડેન્ટ અને વડાપ્રધાનના પુત્ર શેખ હમદાન બિન મહોમ્મદ બિન રશિદ અલ મકતોમ પાસેના ઉંટની કિંમત ૨૭ લાખ ડોલરઃ બ્યુટી કોન્ટેસ્ટમા ૬ લાખ ડોલરનુ ઇનામ મળ્યુ‘તુ

નવી દિલ્હીઃ દુબઈના વાઈસ પ્રેસિડેન્ટ અને પીએમના દીકરા શેખ હમદાન બિન મહોમ્મદ બિન રશિદ અલ મક્તોમ (જી હા, આટલું લાંબુ તેમનું નામ છે)ની ગણતરી દુબઈના સૌથી ધનવાન લોકોમાં થાય છે. આ પ્રિન્સ અબજો ડોલરના માલિક છે, પરંતુ તેનાથી પણ વિશેષ વાત તેમના રજવાડી શોખની છે. પ્રિન્સ હમદાન કેવી-કેવી વસ્તુઓમાં કરોડો ડોલર ચણા-મમરાની જેમ વાપરી નાખે છે તે ખરેખર નવાઈ પમાડે તેવું છે.

રેર હોર્સ કે ડોગ બ્રિડની કિંમત લાખોમાં હોય તે તમે સાંભળ્યું હશે, પરંતુ ‘ફઝા’ના ઉપનામથી જાણીતા આ પ્રિન્સ પાસે જે ઊંટ છે તેની કિંમત 27 લાખ ડોલર જેટલી થાય છે. આ ઊંટ એક બ્યૂટિ કોન્ટેસ્ટ જીત્યો હતો, જેમાં તેની સ્પર્ધા 17,000 ઊંટો સાથે હતી. ઊંટને તેમાં છ લાખ ડોલરનું ઈનામ મળ્યું હતું.

પ્રિન્સ હઝાના પિતાએ આ જમીન ખરીદી હતી, પરંતુ હવે તેના માલિક પ્રિન્સ પોતે છે. 63,000 એકર જમીનમાં શાહી પરિવાર એક લૉજ બનાવી રહ્યો છે. તળાવની બાજુમાં બનનારા આ લૉજમાં 14 રુમ હશે. શાહી પરિવાર જ્યારે પણ સ્કોટલેન્ડ આવશે ત્યારે અહીં જ રહેશે. બાય ધ વે, દર વર્ષે શિકાર કરવા માટે તેઓ અહીં આવતા જ રહે છે.

કેલિફોર્નિયાની એક કંપની પાણીમાં ચાલતી કાર બનાવે છે. ‘ધ પાયથન’ નામની આ કાર જમીન પર 128ની, જ્યારે પાણીમાં 70ની સ્પીડ પર ચાલી શકે છે. પ્રિન્સને આ ગાડી એટલી બધી ગમી ગઈ કે તેમણે આવી છ ગાડીનો ઓર્ડર આપી દીધો. આ એક કારની કિંમત 1.50 લાખ ડોલર થાય છે, મતલબ કે આ ગાડી માટે પ્રિન્સે 8 લાખ ડોલરનો (5 કરોડ રુપિયા) ઓર્ડર આપી દીધો છે.

2014માં ફઝા અને તેમના પિતાએ દુનિયાનો સૌથી મોંઘો ઘોડો ખરીદ્યો હતો, જેના તેમણે 3 મિલિયન ડોલર ચૂકવ્યા હતા. આટલેથી ન અટકતા આ જ વર્ષમાં તેમણે બીજા બે ઘોડા ખરીદ્યા હતા, જેની કુલ કિંમત 3.6 મિલિયન ડોલર હતી. આમ, માત્ર એક જ વર્ષમાં તેમણે સાડા પાંસઠ લાખ ડોલર માત્ર ઘોડા પાછળ ખર્ચ્યા હતા. ફઝા પોતે આ ઘોડા પર સવારી કરે છે, અને તેમને રેસમાં પણ ઉતારે છે.

દુબઈમાં એક એરશો થયો હતો, જેમાં ફઝા અને તેમના પરિવારજનો પોતાને લાયક સારા વિમાન જોઈ રહ્યા હતા. આખરે તેમણે 40 બોઈંગ 787-10 ડ્રીમલાઈનર્સનો ઓર્ડર આપી દીધો. આ બધા પ્લેન્સ તેઓ પોતે જ નથી વાપરવાના, પણ દુબઈમાં પોતાનો બિઝનેસ મજબૂત બનાવવા પણ યુઝમાં લેશે. આ વિમાન પાછળ તેમણે 15 અબજ ડોલરનો ખર્ચો કર્યાનું મનાઈ રહ્યું છે.

2014માં લેમ્બોર્ગિનીએ વેનેનો રોડસ્ટેર નામની કારના માત્ર નવ મોડેલ્સને વેચાણ માટે મૂક્યા હતા. આખી દુનિયામાં મૂકાયેલી આ નવ ગાડીમાંથી છ તો માત્ર ફઝા પાસે છે. દુબઈમાં જ્યારે પણ કોઈ કાર શો થાય ત્યારે આ કાર્સ ચોક્કસ ડિસ્પ્લેમાં મૂકવામાં આવે છે. આ ગાડી પાછળ ફઝાએ 190 કરોડ રુપિયા ખર્ચ્યા હોવાનું મનાય છે. આ કાર 355ની સ્પીડે દોડી શકે છે. આ ઉપરાંત પ્રિન્સ બુગાતી, ફરારી, મેકલેરેન જેવી ગાડીઓની સ્પેશિયલ એડિશનની પણ માલિકી ધરાવે છે, જેમની કિંમત પણ કરોડોમાં થાય છે.

(4:50 pm IST)