Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

નાણાકીય વર્ષમાં જીડીપી ૭.ર ટકા આસપાસ રહેવાનો અંદાજ : મૂડિઝ

નવીદિલ્હી,તા.૪: આ નાણાકીય વર્ષમાં ભારતની જીડીપી ૭.૨ ટકા રહેવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડિઝે કહ્યું છે કે, ૨૦૧૯-૨૦માં ભારતની જીડીપી ૭.૪ ટકા રહેવાની સંભાવના છે. બેન્કોની હાલત સ્થિર રહેશે.

એજન્સીનું કહેવું છે કે, ભારતીય બેન્કોનું આંકલન સ્થિર રહેશે. આ દરમ્યાન બેન્કો પોતાની એનપીએને પણ ઓછી કરી શકશે. સરકાર તરફથી બેન્કોને રાહત મળવાથી પણ આવું જોવા મળ્યું છે.

જીડીપીને આપણે બોલચાલની ભાષામાં ઘરેલુ ઉત્પાદનના નામથી ઓળખીએ છીએ. આ એક પ્રકારનું કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાને માપવાનું બેરોમીટર હોય છે. દેશની અર્થવ્યવસ્થાની પરિસ્થિતિ કેવી છે અને અગામી વર્ષમાં તેની ગતિ કેવી રહેશે, આ વાતનો ખ્યાલ આવે છે.

ભારતમાં જીડીપીની ગણના પ્રત્યેક ત્રીમાસિકમાં કરવામાં આવે છે. જીડીપીનો આંકડો અર્થવ્યવસ્થાના પ્રમુખ ઉત્પાદન ક્ષેત્રોમાં ઉત્પાદનના વૃદ્ધિ દર પર આધારિત હોય છે. જીડીપી હેઠળ કૃષી, ઉદ્યોગ સેવાના ત્રણ પ્રમુખ ઘટક આવે છે. આ વિસ્તારોમાં ઉત્પાદન વધવા અથવા ઘટવાની એવરેજના આધાર પર જીડીપી દર નક્કી થાય છે.

જીડીપીને સૌથી પ્રથમ અમેરિકાના એક અર્થશાસ્ત્રી સાઈમને ૧૯૩૫-૪૪ દરમ્યાન ઉપયોગ કર્યો હતો. આ શબ્દને સાઈમનને અમેરિકી કોંગ્રેસમાં પરિક્ષાષિત કરીને બતાવ્યો તો, ત્યારબાદ આંતરરાષ્ટ્રીય મુદ્દા કોષ (આઈએમએફ)એ આ શબ્દનો ઉપયોગ કરવાનું શરૂ કરી દીધુ.

જીડીપીને બે પ્રકારે પ્રસ્તુત કરવામાં આવે છે, કારણ કે, ઉત્પાદનની કિંમતો મોંઘવારીની સાથે ઘટતી વધતી રહે છે.

એવો માપદંડ છે કે, કોસ્ટેન્ટ પ્રાઈઝનો જેના અંતર્ગત જીડીપીના દર અને ઉત્પાદનનું મુલ્ય એક આધાર વર્ષમાં ઉત્પાદનની કિંમત પર નક્કી થાય છે. જ્યારે બીજો માપદંડ કરન્ટ પ્રાઈઝ છે, જેમાં ઉત્પાદન વર્ષની મોંઘવારી દર સામેલ હોય છે.

(3:57 pm IST)