Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

મોદીને ફરી વડાપ્રધાન બનાવા માંગે છે દિલ્હીવાસીઓ

સર્વેમાં મોદીને ૬૦, રાહુલ ગાંધીને ૧૩ અને કેજરીવાલને ૨૪ ટકાનું સમર્થન મળ્યું

નવી દિલ્હી તા. ૪ : બીજેપીના એક સર્વેક્ષણમાં સામે આવ્યું છે કે જો આગામી લોકસભા ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે લડવામા આવે તો દિલ્હીની સાતેય સીટો પર પક્ષને જીત મળશે. દિલ્હીની દરેક લોકસભા અને વિધાનસભા સીટો પર કરેલા સર્વેમાં આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રીપોર્ટને કેન્દ્રીય નેતૃત્વને સોંપવામાં આવ્યો. આ સર્વે ભાજપ સબંધિત સંસ્થાનના માધ્યમથી કરવામાં આવ્યો છે. તેમાં સમાજશાસ્ત્ર અને રાજનીતિ વિજ્ઞાન સાથે જોડાયેલા છાત્રોની પણ મદદ લેવામાં આવી છે.

ઙ્ગસર્વે મુજબ, અંદાજે ૩૪ હજાર લોકોને કેટલાક સવાલ મોકલીને કેન્દ્ર અને રાજય સરકારના કામકાજ અંગે પૂછવામાં આવ્યુ. તેમાં પૂછવામાં આવ્યું કે લોકસભા ચૂંટણી બાદ દેશના વડાપ્રધાન તરીકે તમે કોને જોવા માંગો છો. લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી તેમજ આમ આદમી પક્ષના સંયોજક અરવિંદ કેજરીવાલના નામનો વિકલ્પ કરવામાં આવ્યો.સૌથી વધુ લોકો એ મોદીના નામનો વિકલ્પ પસંદ કર્યો.

સર્વેમાં નરેન્દ્ર મોદીને ૬૦ ટકા થી વધુ, રાહુલ ગાંધીને ૧૩ ટકા અને અરવિંદ કેજરીવાલને ૨૪ ટકાનું સમર્થન મળ્યુ. પીપીઆરસીએ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે આ સર્વેનું આયોજન કરવામાં આવ્યુ.સર્વેનો આધાર ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની સ્થિતિને નિર્માણ કરવામાં આવી છે.

(3:37 pm IST)