Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

કવિ નિરંકુશ હોવા જોઇએઃ પૂ.મોરારીબાપુ

બિહારના સિમરીયા ઘાટ ઉપર રાષ્ટ્રકવિ દિનકરજીની સ્મૃતિમાં આયોજીત ''માનસ આદિકવિ''શ્રી રામકથાનો ચોથો દિવસ

રાજકોટ તા.૪: ''કવિ નિરંકુશ હોવા જોઇએ'' તેમ પૂ. મોરારીબાપુએ બિહાર ખાતે આયોજીત ''માનસ આદિકવિ'' શ્રી રામકથાના ચોથા દિવસે જણાવ્યું હતું.

બિહારના સિમરીયા ઘાટ ઉપર સાહિત્ય કુંભ નિમિતે રાષ્ટ્રકવિ દિનકરજીની સ્મૃતિમાં શ્રી રામકથાનું શનિવારથી આયોજન કરાયું છે.

પૂ. મોરારીબાપુએ શ્રી રામ કથાના ત્રીજા દિવસે કહયું કે, માનસમાં રામજીની આ નવ પ્રકારની ખોજ છે તો આઝાદી  કવિ દિનકરજીને શાની ખોજ હતી? મારી દ્રષ્ટિએ આ કવિને સૂર્યપુત્ર કર્ણની ખોજ હતી. તેમણે ૩૩ દિવસમાં ગંગાતટે બેસીને 'રશ્મિરથી' પ્રબંધ કાવ્યની રચના દ્વારા આ સૂર્યપુત્ર કર્ણની ખોજ કરી છે.

મંગલમૂર્તિનાં પાંચ લક્ષણોનું બાપુએ વિશદ વર્ણન છણાવટ કરતાં કહ્યું કે-આ પાંચ લક્ષણો જેનામાં હોય એ મંગલમૂર્તિ છે.(૧) સ્વસ્થ-રોગમુકત-મનોરોગ પણ ન હોય એવું સ્વસ્થ શરીર, (ર) સશકત, (૩) સુંદર, (૪) સ્વચ્છ અને આ ચારેય લક્ષણોથી વિશેષ જરૂરી પરિબળ એટલે (પ) સેવામય શરીર. શરીર આપણા વશમાં છે. હદય નથી. શરીર આપણું છે પણ હદય તો પરમાત્માનું છે. આપણું શરી અન્યની સેવા માટે નિરંતર પ્રવૃત રહે એ જ સાચું મંગલમૂર્તિ તત્વ. મૃત્યુ તો સર્વનું નિશ્ચિત છે જ, પણ નિર્વાણ કોઇ કોઇને જ પ્રાપ્ત થાય છે.

આપણી આંખ ચાર પ્રકારની છે. ગાય જેવી આંખ- ગોનેત્ર, હરણ જેવી આંખ મૃગનયની-આંખો, નિર્દોષ બાળકની આંખો, નવા માસ ગર્ભમાં રહ્યાં પછી બાળકનો જન્મ થયા પછી જયારે સૌ પ્રથમ વખત એ આંખો ખોલે છે, જેનું દર્શન મા કરે છે એ નિર્દોષતા ભરપૂર આંખો છે અને કમળ જેવી આંખો. આપણામાં આમ ભિન્ન-ભિન્ન પ્રકારની ચાર આંખો હોય છે.

'જય સીયારામ' એ ષડાક્ષરી પૂર્ણ મંત્ર છે. જય શ્રીરામ, જય રામ, રામ રામ એ મંત્રનો પણ મહિમા છે જ પણ ' જય સીયારામ' એ છ અક્ષરનો પૂર્ણમંત્ર છે. મારે કયારેય 'માનસ સીયારામ'ને કેન્દ્રમાં રાખીને રામકથાનું ગાન કરવું છે. આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં ગાશું. કેમ કે મારે મુકિત જોતી જ નથી. સ્વર્ગમાં ભકિત જ નથી. તો આપણે તો ફરી ફરી આ પૃથ્વી પર જઆવવું છે અને રામકથા જ ગાવી છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહયું કે, તમે શંકરને અનાદિકવિ, વાલ્મિકીને આદિ કવિ, તુલશીજીને પ્રસાદી કવિ કહ્યાં છે તો કવિ દિનકરજી કેવા કવિ છે? મારી તલગાજરડીય દ્રષ્ટિએ કવિ દિનકરજી આઝાદી કવિ હતા. એ સત્તા અને જનતા બંન્નેની નજીક હતાં. સેતુરૂપ હતાં. સમયહિત માનસમાં રામચંદ્રજીને નવ પ્રકારની ખોજ હતી જેનું વર્ણન કર્યું હતું.

(3:35 pm IST)