Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

દિલ્હીના શેલ્ટર હોમથી 9 છોકરીઓ ગાયબ :દોષી ઓફિસરો સામે કાર્યવાહીના આદેશ

બિહારના મુઝફ્ફરનગર કેસ પછી દેશની રાજધાની દિલ્હીના શેલ્ટર હોમથી 9 છોકરીઓ ગાયબ થવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે.  આ મામલો સામે આવ્યા પછી ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દોષી ઓફિસરો સામે કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા છે. મનીષ સિસોદિયાએ આખા મામલે બેદરકારી દાખવવા બદલ અધિકારીઓને હટાવવાનો પણ આદેશ આપ્યો છે.

છોકરીઓ ગાયબ થવાનો આખો મામલો દિલ્હીના દિલશાહ ગાર્ડન વિસ્તારનો છે. મળતી ખબર અનુસાર 1 અને 2 ડિસેમ્બર વચ્ચે સંસ્કાર આશ્રમમાં પોલીસે છાપો માર્યો ત્યારે 9 છોકરીઓ ગાયબ હતી. શેલ્ટર હોમ અધિકારીઓનું કહેવું છે કે છોકરીઓ કઈ રીતે ગાયબ થઇ તેના વિશે તેમને કોઈ પણ જાણકારી નથી. સવારે જયારે ગણતરી કરવામાં આવી ત્યારે છોકરીઓ નહીં હોવાની તેમને જાણ થઇ. આ મામલો પોલીસમાં આખો મામલો નોંધી લેવામાં આવ્યો છે.

(1:56 pm IST)