Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

આપ કાર્યકર્તાઓએ અગ્નિપથ યોજના સામે ભીખ માંગીઃ પીએમ મોદીના નામે ૪૨૦ રૃપિયાના ચેક મોકલ્યા

નવી દિલ્હી,તા.૪:આમ આદમી પાર્ટીના કાર્યકરોએ રવિવારે દિલ્હી સહિત મોટા શહેરોમાં ભીખ માંગીને સૈનિકોની ભરતી માટે કેન્દ્ર સરકારને 'અગ્નિપથ યોજના' સામે વિરોધ કરી પીએમ મોદીના નામ પર ૪૨૦ રૃપિયાનો ચેક મોકલ્યો હતો. આમ આદમી પાર્ટીના રાજ્ય પ્રભારી અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહે રવિવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી. અગ્નિપથ યોજનાના વિરોધમાં, ખ્ખ્ભ્ કાર્યકરોએ શાસક ભાજપ પર ઉગ્ર હુમલો કર્યો અને જનતા પાસેથી પૈસાની માંગણી કરીને 'નરેન્દ્ર મોદીજી માટે ભીખ દો'ના નારા લગાવ્યા.

આ દરમિયાન ખ્ખ્ભ્ કાર્યકર્તાઓ હાથમાં કટોરો લઈને સરકારના નામે ભીખ માંગતા જોવા મળ્યા હતા. પોલીસે વિરોધ કરી રહેલા કાર્યકરોને બસોમાં બેસાડીને રાજધાનીના ઈકો ગાર્ડનમાં મોકલ્યા હતા. ચળવળની સફળતા માટે તેમના સાથીઓને સલામ કરતા સંજય સિંહે રવિવારે રાત્રે એક ટ્વીટ કર્યું, ભારત માતાની રક્ષા માટે પૈસા માટે રડવાનું બંધ કરો. ખેડૂત પુત્ર અગ્નિવીર. શાહેના દીકરો ખાય  ખીર.

આ પહેલા, રવિવારે એક ટ્વિટમાં, ખ્ખ્ભ્ સાંસદ સંજય સિંહે પણ ખ્ખ્ભ્ કાર્યકર્તાઓને પોલીસ દ્વારા બળજબરીથી બસમાં બેસાડ્યાનો વીડિયો શેર કર્યો હતો. અન્ય એક ટ્વિટમાં સંજય સિંહે કહ્યું કે બાબા (મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ)ની પોલીસની બર્બરતાને યાદ કરીને એક દિવસ યુપી પોલીસ પણ ચાર વર્ષના કોન્ટ્રાકટ પર હશે. આ ટ્વિટમાં, ખ્ખ્ભ્ નેતાએ દાવો કર્યો હતો કે લખનૌમાં અગ્નિપથ યોજના સામે વિરોધ ખ્ખ્ભ્ યુવા સેલ અને વિદ્યાર્થી સેલ દ્વારા કરવામાં આવ્યો હતો. ૪૨૦ રૃપિયાની રકમની ભીખ માંગતી વખતે પોલીસે કાર્યકરોની ધરપકડ કરી હતી.

(1:02 pm IST)