Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

ઓર્ગેનિક ફૂડ લો તો માત્ર ૧પ૦૦ રૂપિયાનો માસિક ખર્ચ વધી શકે

ઓર્ગેનિક પ્રોડકટસ મોટા ભાગે વધુ પૈસાદાર અને ઉચ્ચ વર્ગના ગ્રાહકોને જ પરવડે છે

નવી દિલ્હી, તા.૪: એક માન્યતા છે કે ઓર્ગેનિક પ્રોડકટસ બહુ જ મોંઘી આવે છે અને એ બધાને ને પોસાય. જોકે તમે ઓર્ગેનિક ફૂડ-પ્રોડકટસ જ ખાવાનું નકકી કરો તો પરિવારદીઠ ૧૨૦૦ થી ૧પ૦૦ રૂપિયાનો ખર્ચ વધુ થઇ શકે છે. આવું તાજેતરમાં ઓર્ગેનિક પ્રોડકટસના માર્કેટનો સ્ટડી કરતાં નોંધાયું છે. ઓર્ગેનિક પ્રોડકટસ મોંઘી કેમ હોય છે? એક તો એ ખૂબ ઓછા વોલ્યુમમાં મળે છે અને બીજું એના પ્રોસેસિંગ, ઇન્વેન્ટર, પેકેજિંગ, લોજિસ્ટિકસ અને ડિસ્ટ્રિબ્યુશનનો ખર્ચ તેમ જ ખેડૂતોને આ માટે તાલીમ આપવાનો ખર્ચ ઘણો ઊંચો હોય છે. વધુ પ્રાઇસને કારણે ઓર્ગેનિક પ્રોડકટસ મોટા ભાગે વધુ પૈસાદાર અને ઉચ્ચ વર્ગના ગ્રાહકોને જ પરવડે છે. ઓર્ગેનિક સર્ટિફિકેશન માટે લાગતો ઊંચો ચાર્જ, ઓછી સપ્લાય અને વધુ ડિમાન્ડને કારણે આ પ્રોડકટસનો ભાવ ઘણો જ ઊંચો છે. ઓર્ગેનિક ખેતી કરવાનો ખર્ચ પણ વધુ આવે છે. સ્ટડીમાં કહેવાયું છે કે ઓર્ગેનિક પ્રોડકટસને પરવડે એવી બનાવવા માટે ચોકકસ પગલાં લેવાં જરૂરી છે. બાયો-ફર્ટિલાઇઝર્સ અને બાયો-પેસ્ટિસાઇડસનો ઉપયોગ પ્રમોટ કરવા માટે ખેડૂતોને પણ ખાસ ઇન્સેન્ટિવ આપવામાં આવે તો જ પાકનું પ્રમાણ વધશે અને આ માટે વધુ ખેડૂતો તૈયાર થશે એવું મનાય છે.

(3:38 pm IST)