Gujarati News

Gujarati News

News of Tuesday, 4th January 2022

ફ્રાન્‍સમાં મળ્‍યો કોરોનાનો વધુ એક નવો વેરીયન્‍ટઃ બી.૧.૬૪૦.૨: જોવા મળ્‍યા ૪૬ મ્‍યુટેશન

પેરીસઃ ફ્રાન્‍સમાં એક નવા વેરીયન્‍ટની ઓળખ થઈ છે. આ નવા વેરીયન્‍ટથી દક્ષિણ ફ્રાન્‍સમાં ૧૨ લોકો સંક્રમિત થયા છે. વૈજ્ઞાનિકોએ તેની ઓળખ બી.૧.૬૪૦.૨ના સ્‍વરૂપમાં કરી છે. આ નવા વેરીયન્‍ટમાં અત્‍યાર સુધીમાં ૪૬ મ્‍યુટેશન જોવા મળ્‍યા છે. આ કેટલો ખતરનાક છે અને તેના સંક્રમણનો દર કેટલો છે ? તેની વિગત સામે આવી હતી. જે વ્‍યકિતમાં નવો વેરીયન્‍ટ મળ્‍યો છે તે કેમરૂનથી પાછા આવ્‍યા હતા. એવામાં આ સંક્રમણ દક્ષિણ આફ્રિકા દેશોમાં ફેલાય શકે છે. કોરોનાના વારંવાર નવા વેરીયન્‍ટ આવી રહ્યા છે.


 

(3:27 pm IST)