Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

હાડકા અને સાંધાના દુઃખાવાના ઉપચાર તમારા ઘરમાં જ છે!

નવી દિલ્હી તા. ૪ : શિયાળો આવે એટલે સાંધાના દુઃખાવાની ફરિયાદ થવા લાગે. ઠંડીમાં સાંધા ખૂબ જ દુઃખે. ઓસ્ટિયોપોરોસિસ અને રૂમેટોઇડ એ બે પ્રકારના આર્થરાઇટિસ છે. જયારે તમારાં હાડકાં વચ્ચેના કોમલાસ્થિ પોતાની ભૂમિકા છોડી દે છે ત્યારે હાડકાં એકબીજાને ભટકાવા લાગે છે. કળતરની બીજી તકો પણ છે. આ સ્થિતિમાં કેટલાક કુદરતી ઉપચારો તમને રાહત આપી શકે છે. જયારે વધુ મેડિકલ ધ્યાન જરૂરી હોય છે ત્યારે આયુર્વેદિક દવાઓ અને વનસ્પતિકીય ઔષધો તમારા હાડકાં અને સાંધાની તંદુરસ્તી માટે સારા નિવડી શકે છે.આ રહી કેટલીક સલાહો જે તમે ઘરે અનુસરી શકો અને કળતરને દૂર કરી શકો.

૧. ચા. નવાઈ લાગશે, પણ ચા કળતરને દૂર કરી શકે. કઈ રીતે? અડધી-અડધી ચમચી સૂંઠ અને હળદરને તમારા ચાના વાસણમાં નાખો. તેમાં બે કપ પાણી નાખો. આખા મિશ્રણને ઉકાળો. ઠંડો પડવા દો. તેને ગાળી લો. તમારાં હાડકા માટે અનુકૂળ ચા તૈયાર છે.

૨.બોળો. એક મોટી તપેલીમાં હૂંફાળા પાણીમાં એપ્સમ સોલ્ટનો અડધો કપ નાખો. તેને હલાવો અને તમારા દુઃખતા સાંધા આ પાણીમાં નાખો. જો તમે તમારા શરીરના ચોક્કસ ભાગને આ મિશ્રણમાં  બોળી ન શકો તો આ પાણીનો ઉપયોગ કરીને સ્નાન કરો. તમને ધીમેધીમે તમારાં હાડકાં અને સાંધામાં રાહત જણાશે.

૩. માલિશ કરો. ઓલિવ ઓઇલ (સેતૂરનું તેલ) થોડું ગરમ કરો અને તેને તમારાં હાડકાં અને સાંધા પર ઘસો. તેનું માલિશ કરવાથી તમને સારી એવી રાહત મળશે. તે પછી તમે પાણી અને સાબુથી હાડકાં અને સાંધા ધોઈ નાખો.

૪. ડેન્ડેલિયનનો ફાયદો. તાજા ડેન્ડેલિયનનાં પાંદડાં ત્રણ ચમચી ભરીને લો અને સાથે ઓલિવ ઓઇલ એક ચાના પાત્રમાં લો. તેમાં એક કપ પાણી ઉમેરો. આ મિશ્રણને ઉકાળો અને તેને દિવસમાં એક વાર પીઓ.

૫. એસ્પિરિનનું વનસ્પતિકીય રૂપ. સફેદ વિલો ચા વિશે એમ મનાય છે કે તે એસ્પિરિનનું વનસ્પતિકીય રૂપ છે. એક કપ પાણી લો. તેમાં સુધારેલા સફેદ વિલોની છાલ બે ચમચી ભરીને લો અને તેમાં એક ટીપું લીંબું અને મધનું ઉમેરો જેથી તે થોડું ગળ્યું થાય.

૬. ચાલો અને આરામ મેળવો. દિવસના રોજ પંદર મિનિટ ચાલો. તમે ધીમેધીમે સમય વધારી શકશો. ચાલવાથી રાહત જરૂર મળશે.

૭. પીપરમિન્ટ અને યુકેલિપ્ટસના તેલનું મિશ્રણ લો. તેનું માલિશ કરો. તેનાથી તરત જ રાહત મળશે.

૮. તાપમાનમાં ફેરફાર. અસરગ્રસ્ત અને પીડા આપતાં હાડકાં અને સાંધાને સારા એવા માલિશ પછી બીજા પ્રકારનું માલિશ કરો. તે માટે હૂંફાળા ટુવાલને અસરગ્રસ્ત પ્રદેશ પર ઘસો. તે પછી ઠંડા ટુવાલથી પણ ઘસી શકાય. તેનાથી તમને રાહત જણાશે.

૯. મેથીનાં બીજ ચાવો. મેથીનાં બી એક ચમચીમાં લો અને તેને ગરમ પાણીમાં બોળો. રાત્રે આમ કરો. બીજા દિવસે સવારે આ બીજ ચાવી જાવ અને તમે જે પાણીમાં બીજ પલાળ્યાં હોય તે પાણી પણ પી જાવ.

૧૦. હળદરવાળું દૂધ. વિદેશમાં તેને પીળું દૂધ અથવા સોનેરી દૂધ કહે છે. હળદરવાળું દૂધ તો ભારતમાં વર્ષોથી જાણીતું છે. હળદર કળતર વિરોધી ગુણધર્મ ધરાવે છે. તે તમારાં હાડકાંને પુનઃ રચવામાં મદદ કરે છે. દૂધમાં ચપટીક હળદર ઉમેરો અને ગરમ દૂધ પી જાવ. તેનાથી તમારા અનેક રોગો અટકવામાં મદદ મળશે.

૧૧. એપલ સાઇડર વિનેગારથી સાંધા અને હાડકાંની સમસ્યાઓ મટાડી શકાય છે. અડધી ચમચી ઓર્ગેનિક એસીવીને ગરમ પાણીના કપમાં ઉમેરો. તેને ગળ્યું બનાવવા માટે થોડાંક ટીપાં મધ ઉમેરી શકો. તેને સવારે પી જાવ.

૧૨. લાલ મરચામાં કેપસેકિન હોય છે. તે પણ હળદર જેવી જ અસર આપે છે. એક કપ નાળિયેરના તેલને ગરમ કરો. તેમાં લાલ મરચાની ભૂકી એક ચમચી ભરીને નાખો. તેને તમારા દુઃખતા સાંધા પર લગાડો. તમને તરત જ રાહત મળશે.

(10:01 am IST)
  • બ્રિટનમાં એલીનોર તોફાન : 160ની ઝડપે પવન ફૂંકાયો : 40 ફૂટ ઊંચા મોજાં ઉછળ્યાં access_time 8:44 am IST

  • જમ્મુ અને કાશ્મીરના આરએસ પુરા સેક્ટરના અર્નિયા વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસએફ) દ્વારા એક ઘૂસણખોરને ઠાર કરાયો છે. access_time 9:52 am IST

  • ગાઢ ધુમ્મ્સને કારણે પંજાબની તમામ સ્કૂલોના સમયમાં ફેરફારઃ સવારે ૧૦ વાગ્યે સ્કૂલ ખુલશે access_time 11:24 am IST