Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સાઉદી અરબે પેટ્રોલની કિંમતોમાં કર્યો ૧૨૭ ટકાનો વધારો!

અન્ય સેવાઓ પર ૫ ટકા સુધીનો ટેક્ષ લગાવ્યોઃ મહિલાઓ માટે લીધા મહત્વના નિર્ણયોઃ યોગને પણ મળ્યું રમતનું સ્થાન

જીદદાહ તા. ૪ : સાઉદી અરેબિયા સતત કડક અને મોટા નિર્ણયો લઈને સમગ્ર દુનિયાને ચોંકાવી રહ્યું છે. પાછલા પાંચ વર્ષોને જોઈએ તો સમજી શકાય છે કે કેવી રીતે સાઉદી અરેબિયા પોતાની કટ્ટરવાદી વિચાર કે ઓળખાણને સમગ્ર રૂતે બદલવા ઈચ્છે છે. આ દરમિયાન સાઉદીએ મહિલાઓ માટે ઘણા ખાસ નિર્ણયો લીધા છે તો ઈકોનોમીને સુધારવા માટે પણ મોટા ફેંસલાઓ કર્યા છે. સાઉદી દ્વારા હાલમાં જ લેવાયેલો એક મહત્વનો નિર્ણય આ વાચની સાબિતી છે. સોમવારથી એટલે કે ૧લી જાન્યુઆરીથી લાંબા સમયથી મુકત કહેવાતા ખાડીના દેશોમાં વેટની પ્રથા શરૂ કરવામાં આવી છે. તેને લાગુ કરવામાં સાઉદી અરેબિયા અને સંયુકત અરબ અમીરાત પહેલા દેશ છે.

સાઉદી અરબે નવા વર્ષથી વેટ ઉપરાંત પેટ્રોલની કિંમતોમાં પણ ૧૨૭ ટકા સુધીના વધારો કરીને ગ્રાહકોને ઝટકો આપ્યો છે. જોકે આ વૃદ્ઘિની જાહેરાત પહેલાથી નહોતી કરવામાં આવી અને રવિવારે મધ્યરાત્રિથી આ લાગૂ થઈ છે. ચાર ખાડીના દેશો બહેરીન, કુવૈત, ઓમાન અને કતાર રણ વેટ લગાવવા માટે પ્રતિબદ્ઘ છે, પરંતુ તેના પર આવતા વર્ષ સુધીમાં નિર્ણય લેશે. પેટ્રોલની કિંમતોમાં સાઉદી અરબમાં હાલ બે વર્ષમાં આ બીજો વધારો છે. તે હજુ પણ દુનિયામાં સૌથી સસ્તા પેટ્રોલવાળા દેશોમાંથી એક છે. ખાડીના તેલ ઉત્પાદક દેશોમાં પાછલા બે વર્ષોમાં પોતાની આવક વધારવા અને ખર્ચમાં સુધારો લાવવા માટે મહત્વના પગલા લીધા છે.

મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ પર પાંચ ટકા સુધી કર લગાવાયો છે. માનવામાં આવી રહ્યું છે કે ૨૦૧૮માં તેનાથી બેને સરકારોને ૨૧ અરબ ડોલર સુધી આવક થશે. આ દેશો અમીર દેશો માટે એક ક્રાંતિકારી ફેરફાર છે. દુબઈએ એક લાંબા વાર્ષિક શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે, જેનો હેતૂ દુનિયાભરથી લોકોને મોલમાં આમંત્રણ કરવાનો છે.

જો હાલના કેટલાક વર્ષોની વાત કરવામાં આવે તો સાઉદી અરબની બદલાતી છબીને જોઈ શકાય છે. તેને એવી રીતે પણ સમજી શકાય છે ૨૦૧૨માં સાઉદી અરબની મહિલાઓએ પહેલીવાર ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લીધો. આ ઉપરાંત ૨૦૧૫માં સાઉદીએ મહિલાઓને પહેલીવાર વોટિંગનો અધિકાર આપ્યો. સતત બદલાઈ રહેલા સાઉદી અરબે સપ્ટેમ્બર ૨૦૧૭માં એકવાર ફરી ઐતિહાસિક નિર્ણય લેતા મહિલાઓને ડ્રાઈવિંગનો અધિકાર આપ્યો. જો થોડા વર્ષો પહેલા જોવામાં આવે તો મહિલાઓને માત્ર ડ્રાઈવિંગનો અધિકાર માંગવા પર જેલમાં મોકલી દેવામાં આવતી હતી.

પાછલા વર્ષોથી સાઉદી અરબે યોગને રમતનું સ્થાન આપીને મુસ્લિમ કટ્ટરપંથીઓની બોલતી બંધ કરી દીધી છે. સાઉદી અરબે ભારતની પાંચ હજાર જુની યોગ પદ્ઘતિને રમતનું સ્થાન આપીને સમગ્ર દુનિયામાં ઈસ્લામિક રાષ્ટ્રોના વિચારોને બદલવા માટે પણ એક પક્ષ મૂકયો છે. આ નિર્ણય બાદ સરકાર હવે યોગ શિક્ષકોને પણ લાઈસન્સ આપશે. સાઉદી અરબ તેવા ૧૮ દેશોમાં હતું જે ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવા માટે સંયુકત રાષ્ટ્રમાં ભારતના પ્રસ્તાવમાં પ્રોયોજક નહોતું. એવામાં તેનો આ નિર્ણય ખૂબ મહત્વનો છે.

 

(9:41 am IST)