Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd December 2019

મારા મતક્ષેત્રની સમસ્યાઓ રજુ કરવા કોંગ્રેસી સભ્યોની મદદ લેવી પડતી

લોકસભાનાં પૂર્વ સ્પીકર અને સિનિયર નેતા સુમિત્રા મહાજનના નિવેદનથી ભાજપમાં આંચકો

નવી દિલ્હીઃ લોકસભાનાં ભૂતપૂર્વ સ્પીકર અને ભાજપના સિનિયર નેતા સુમિત્રા મહાજને કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં ભાજપની સરકાર હતી ત્યારે મારા મતવિભાગ ઇંદોરની સમસ્યાઓ રજૂ કરવા મારે કોંગ્રેસી સભ્યોની મદદ લેવી પડતી હતી.

સુમિત્રાનું આ વિધાન ભાજપને શરમજનક પરિસ્થિતિમાં મૂકી શકે છે. ભાજપમાં ત્યારે કેટલી હદે અંદર અંદર ખેંચતાણ ચાલી રહી હતી એનો પુરાવો મહાજનનું આ વિધાન છે. સુમિત્રા ઇંદોરના સંસદસભ્ય હતાં. છતાં ભાજપના સ્થાનિક નેતાઓ તેમની વાત સાંભળતા નહોતા એવું તેમના આ વિધાન પરથી સાબિત થાય છે. તેમના આ વિધાને ભાજપમાં અંદર અંદર ચાલતી ખટપટને ખુલ્લી પાડી હતી.

(4:10 pm IST)
  • અરબી સમુદ્રમાં વાવાઝોડું પવન આકાર લઇ રહ્યું છે,અરબી સમુદ્રમાં રેકર્ડબ્રેક આઠમું વાવઝોડુ સર્જાશે,જોકે ભારતીય સમુદ્રકાંઠે વાવાઝોડાથી કોઈ ભય નથી,અને વાવઝોડુ પવન,સોમાલિયા તરફ આગળ વધશે access_time 8:53 pm IST

  • સાંજે 6-30 આસપાસ કેશોદ ફરતા 10 કિલોમીટરમાં જોરદાર વરસાદ પડી ગયાનું શ્રી બિપિન રૂઘાણીએ જણાવ્યું છે તેમણે કહેલ કે રસ્તાઓ ઉપર પાણી ભરાઈ ગયા છે તેવો વરસાદ પડી ગયો છે access_time 7:01 pm IST

  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગઇકાલે ઝારખંડના ચૂંટણી પ્રવાસે ગયા હતાં જે દરમ્‍યાન તેમણે ગ્રામજનો સાથે હળવી પળો માણી હતી તે તસ્‍વીરમાં દેખાય છે access_time 10:36 am IST