Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

સ્થિતિ સામાન્ય હોવાના દાવા વચ્ચે કાશ્મીરમાં અટકાયતીઓનો વધતો આંકડો

 

         એક મહિનાથી કાશ્મીર આ પ્રતિબંધોના દોરી પસાર થઇ રહ્યું છે જેના પ્રત્યે દરરોજ દાવા કરવામાં આવે છે કે પ્રતિબંધ હટાવી લીધેલ છે છતા સ્થિતિ સામાન્ય હોવાનો દાવા વચ્ચે ગિરફતાર લોકોની સંખ્યા વધી રહેલ છે. આમા સામેલ જેના પર પથ્થરબાજીનો આરોપ છે જેને ખુદને પણ ખબર નથી તેમને શા માટે ગિરફતાર કરેલ છે.

         ગિરફતાર થયેલ લોકો રાજનીતિજ્ઞો, વ્યાપારીઓ, વકીલો, વગેરેની સંખ્યા હવે ૭ હજારને વટાવી ચુકી છે. સરકારી આંકડા પ્રમાણે અન્ય લગભગ ૮ થી ૧૦ હજાર નાગરિકોને પણ ગિરફતાર છે. પથ્થરબાજીના શકમા દરરોજ ૩૦ થી પ૦ યુવકોને હીરાસતમાં લેવામાં આવે છે.

         સરકારી રીતે હીરાસતમાં લીધેલ લોકોના આંકડા મળતા નથી સરકારી પ્રવકતા સવાલોના જવાબ ટાળે છે સરકારી પ્રવકતા ફકત લખેલું વકતવ્ય વાંચે છે.

         જે લોકોને હિરાસતમાં લીધેલા છે એમાંથી ૯૦ ટકા ઉપર પીએસએ અર્થાત જનસુરક્ષા અધિનિયમની ધારાઓ લગાવી છે. આ વાત અલગ છે કે ૩૦ વર્ષેમાં જેટલા લોકો વિરૃદ્ધ પીએસએ લગાવવામા આવી એમાંથી ૬૦ ટકાથી વધુને કોર્ટએ રદ કર્યા. આ કાનૂનને લઇ સરકાર કોઇને પણ ર વર્ષે માટે જેલમાં મોકલી શકે છે.

         એવામાં સવાલ એ ઉભો થાય છે કે શું જમ્મુ-કાશ્મીરના આ રાજનીતિજ્ઞ, વેપારી, વકીલ, વગેરે અપરાધી છે જેના પર પીએસએ લગાવી તેઓને જેલમાં રાખવામાં આવ્યા છે. કાશ્મીરીઓ હવે આપાતકાલનુ નામ આપવા લાગ્યા છે. જેના પ્રત્યે કોઇ કેસ પણ દાખલ થયેલ નથી.

(12:04 am IST)