Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

કાશ્મીરમાં ૩૦ મા દિવસે પણ પ્રતિબંધોની ઢીલ છતા બજાર બંધઃ રસ્તા પરથી વાહનો અદ્રશ્યઃ પથ્થરબાજો ફરી સક્રિયઃ બે ઘાયલ

         કાશ્મીરમાં ૩૦ મા દિવસે પણ સરકારી પ્રતિબંધો પર ઢીલ છતા બજાર બંધ અને રસ્તા પરથી વાહનો ગાયબ છે. પથ્થરબાજો ફરી સક્રિય થયા આ ઘટનામા બે લોકો ઘાયલ  થયા છે.

         અધિકારીઓનો દાવો છે કે ઘાટીમાં ૯૦ ટકા થી વધારે ભાગમાં દિવસના પ્રતિબંધ નથી સ્થિતિ સુધારા પર છે. ૯ર પોલીસ થાણા ક્ષેત્રમાં પ્રતિબંધોમાં છુટ આપવામાં આવી. ઓટો રીકસા અને કેબ પણ ચાલી રહેલ છે.

         ઘાટીના મોટાભાગના વિસ્તારોમાં અવરોધ હટાવી લેવામા  આવેલ છે. પણ કાનૂન વ્યવસ્થા જાળવી રાખવા માટે સુરક્ષાદળોની મદદ લેવામા આવી છે.

         ઘાટીમાં ૯પ ટેલિફોન એક્ષચેન્જોમાંથી ૭૬ માં લેન્ડ લાઇન સેવાઓ ચાલુ કરવામાં આવી છે .સરકારી ઓફીસોમાં કામકાજ ચાલી રહ્યું છે. કર્મચારીઓની હાજરી સારી છે. ૪૦૦૦ થી વધારે પ્રાથમિક/માધ્યમિક શાળાઓ ચાલી રહ્યા છે.

         ઘાટીમાં પાક પ્રાયોજીત પથ્થરમારાના બનાવો અટકતા નથી પહેલા પથ્થરમારા દ્વારા સુરક્ષાબળોન નીશાન બનાવતા હતા હવે નિર્દોષ નાગરિકો ભોગ બને છે.

         પથ્થરબાજીના વધતા બનાવો પર ડીજીપી દિલબાગસિંહે અધિકારીઓને આરોપીઓની પકડવા અને તેમની સામે કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. પોલીસે કડક કાર્યવાહી કરતા કેટલાક પથ્થરબાજોની ધરપકડ કરી છે.

 

(11:04 pm IST)