Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

પી.ચિદમ્બરમે કસ્ટડી વેળાએ જીડીપી અંગે કર્યો ગર્ભિત ઈશારો : કહ્યું "પાંચ ટકા: મોદી સરકારને લાગશે ઝટકો

પાંચેય આંગળીઓ બતાવવા તેમણે પોતાના હાથ ઉંચા કર્યા

નવી દિલ્હી : પૂર્વ નાણાંમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે જીડીપીના ઘટાડા અંગે મોદી સરકાર પર સાંકેતિક નિશાન સાધ્યું હતું  જીડીપી ગ્રોથ દર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 5 ટકા સુધી ધીમો પડી ગયો છે. એક વર્ષ પહેલાં, વિકાસ દર સમાન ક્વાર્ટરમાં આઠ ટકા હતો.

   સરકારના આંકડા અનુસાર જીડીપી દર પ્રથમ ક્વાર્ટરમાં 5.8 ટકાથી ઘટીને 5 ટકા પહોંચી ગયો છે. જે 6 વર્ષમાં તેનું સૌથી નીચું સ્તર હતું. જ્યારે પી ચિદમ્બરમ કોર્ટ રૂમમાંથી બહાર નીકળ્યા હતા, ત્યારે પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે તેમની સીબીઆઈ કસ્ટડી વિશે તમારે શું કહેવું છે, ત્યારે પૂર્વ નાણાં પ્રધાને કહ્યું, "પાંચ ટકા." શું તમે જાણો છો 5 ટકા શું છે? પાંચેય આંગળીઓ બતાવવા પણ તેમણે પોતાના હાથ ઉંચા કર્યા. ત્યારબાદ સીબીઆઈએ તેને કસ્ટડીમાં લીધા હતા. કોંગ્રેસે પણ તેના ટ્વિટર હેન્ડલથી તેનો વીડિયો શેર કર્યો છે.

(8:38 pm IST)