Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ગાબડા વચ્ચે રોકાણકારોએ ૨.૬૦ લાખ કરોડ ગુમાવ્યા

કંપનીઓની મૂડી ઘટીને ૧૩૮.૩૮ લાખ કરોડ : ૧૪૦ શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા

મુંબઈ, તા. ૩ : શેરબજારમાં આજે તીવ્ર મંદી વચ્ચે મૂડીરોકાણકારોએ જંગી નાણા ગુમાવી દીધા હતા. સેંસેક્સ એક દિવસમાં જ આજે ૭૭૦ પોઇન્ટ ઘટી જતાં રોકાણકારો હચમચી ઉઠ્યા હતા. મૂડીરોકાણકારોએ એક જ દિવસમાં ૨.૫૦ લાખ કરોડ રૂપિયા આજે ગુમાવી દીધા હતા. દલાલસ્ટ્રીટમાં મંગળવારનો દિવસ સૌથી નિરાશાજનક રહ્યો હતો. સોમવારના દિવસે શેરબજારમાં ગણેશ ચતુર્થીના દિવસે રજા રહ્યા બાદ આજે મંદીનો માહોલ રહ્યો હતો. બીએસઈ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી વધુ ઘટી ગઈ હતી. દલાલસ્ટ્રીટમાં રોકાણકારોએ આજે ૨.૬૦ લાખ કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. બીએસઇ લિસ્ટેડ કંપનીઓની માર્કેટ મૂડી ૩૦મી ઓગસ્ટના દિવસે ૧૪૦.૫૮ કરોડ હતી જે ઘટીને આજે ૧૩૮.૩૮ કરોડ થઇ હતી.

    એનએસઈમાં આજે ૧૪૦ શેર બાવન સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. ઇન્ફોસીસ સહિત ૧૬ શેરમાં આજે તેજી રહી હતી. ઓપ્શનના મોરચા પર કેટલાક પરિબળો સીધીરીતે જવાબદાર દેખાઈ રહ્યા છે. નિફ્ટી પીએસયુ બેંકમાં આશરે પાંચ ટકાનો ઘટાડો રહ્યો હતો. કેનેરા બેંકના શેરમાં ૧૧.૯૪ ટકાનો ઘટાડો રહ્યો હતો. યુનિયન બેંકના શેરમાં ૧૦.૧૧ ટકા, ઓરિયેન્ટલ બેંકના શેરમાં ૧૦ ટકા અને પીએનબીના શેરમાં ૮.૯૪ ટકાનો મોટો ઘટાડો રહ્યો હતો. સેંસેક્સમાં નિફ્ટી સપાટી પર લઇ જવામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની ભૂમિકા પણ રહી હતી. તેના શેરમાં ૩.૪૦ ટકાનો મોટો ઘટાડો રહ્યો હતો. સેંસેક્સના કુલ ઘટાડામાં તેના શેર પૈકી સેંસેક્સ ૧૩૪ પોઇન્ટ ઘટ્યો હતો.

(7:57 pm IST)