Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

અપાચે હેલિકોપ્ટર વિશેષતા

એટેકના મામલામાં સૌથી શક્તિશાળી

નવી દિલ્હી, તા.૧૦ : દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી વાયુ સેના ગણાતી ભારતીય એરફોર્સે દુશ્મનને હવામાં તોડી પાડવાની તાકાતમાં વધારે શક્તિ હાંસલ કરી લીધી છે. દુનિયાના સૌથી શક્તિશાળી એટેક હેલિકોપ્ટર અપાચેને મંગળવારના દિવસે હવાઈ દળમાં સામેલ કરી લેવામાં આવ્યા છે. અમેરિકી હવાઈ દળના કાફલામાં સામેલ એએચ-૬૪ઈ અપાચે હેલિકોપ્ટરને હવાઈ દળના વડા બીએસ ધનોવાની ઉપસ્થિતિમાં પઠાણકોટ એરબેઝમાં સામેલ કરવામાં આવ્યા હતા. અપાચે હેલિકોપ્ટરની મુખ્ય વિશેષતા નીચે મુજબ છે.

દુનિયામાં સૌથી શક્તિશાળી પ્રહારક

અપાચે હેલિકોપ્ટરને એટેકના મામલામાં દુનિયામાં સૌથી શક્તિશાળી ગણવામાં આવે છે. ૨૦૨૦ સુધી ભારતીય હવાઈ દળમાં તમામ ૨૨ એટેક હેલિકોપ્ટર સામેલ કરી લેવાશે. મે ૨૦૧૯માં બોઇંગે ભારતને એરિઝોનાનામાં પ્રથમ અપાચે હેલિકોપ્ટર સૌંપ્યું હતું.

૨૦૦૦૦ ફુટ સુધી ઉંડાણ ભરી શકે

ભારતની દુશ્મનના ઘરમાં ઘુસીને પ્રહાર કરવાની ક્ષમતા વધી છે. અપાચે પોક અને અન્ય વિસ્તારમાં ત્રાસવાદી સ્થળો ઉપર હુમલા કરવા ખુબ જ અસરકારક સાબિત થઇ શકે છે. ૨૦૦૦૦ ફૂટની ઉંચાઈ પર તે ઉંડાણ ભરી શકે છે

મલ્ટીરોલ યુદ્ધ હેલિકોપ્ટર

અમેરિકી કંપની બોઇંગના એએચ-૬૪ અપાચે દુનિયાભરમાં મલ્ટીરોલ યુદ્ધ હેલિકોપ્ટર તરીકે છે. અમેરિકા દ્વારા લાંબા સમયથી તેનો ઉપયોગ કરાયો છે. આનો ઉપયોગ કરનાર દેશોની સંખ્યા હવે સતત વધી છે. કંપનીએ હજુ સુધી ૨૧૦૦ અપાચે હેલિકોપ્ટર આપ્યા છે

એરફોર્સમાં સુખોઇ એમઆઈ-૩૫ની જગ્યા લેશે

બોઇંગ એએચ-૬૪ઇ અમેરિકી સેના અને અન્ય આંતરરાષ્ટ્રીય ડિફેન્સ ફોર્સ માટે સૌથી એડવાન્સ યુદ્ધ હેલિકોપ્ટર તરીકે છે જે એક સાથે અનેક હુમલા કરી શકે છે. અપાચે એવા હેલિકોપ્ટર તરીકે છે જે હુમલા કરતી વેળા સૌથી શક્તિશાળી છે. હવે તે રશિયામાં બનેલા સુખોઈ એમઆઈ-૩૫ની જગ્યા લેશે જે રિટાયર્ડમેન્ટના આરે છે

દરેક મોસમમાં યુદ્ધમાં કામ લાગશે

અપાચેને આ રીતે ડિઝાઈન કરવામાં આવે છે કે, દુશ્મનની કિલાબંધીને ભેદીને તેની સરહદમાં ઘુસીને હુમલા કરી શકે છે. અપાચે યુદ્ધના સમયમાં ગેમ ચેન્જર તરીકે પુરવાર થઇ શકે છે

ઇઝરાયેલ પણ ઉપયોગ કરે છે

અમેરિકાએ અપાચે હેલિકોપ્ટરને પનામાથી લઇને અફગાનિસ્તાન તથા ઇરાકમાં દુશ્મનો સાથે લડવામાં ઉપયોગમાં લીધા છે. ઇઝરાયેલે પણ લેબનોન અને ગાજાપટ્ટીમાં પોતાના લશ્કરી ઓપરેશનમાં આ હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો છે

રાત્રિ ગાળામાં દુશ્મન પર હુમલા

અપાચે હેલિકોપ્ટરમાં બે જનરલ ઇલેક્ટ્રીક ટી-૭૦૦ એન્જિન છે. આગળની તરફ એક સેન્સર ફીટ છે જેના કારણે તે રાતના અંધારામાં ઉંડાણ ભરીને દુશ્મન પર ત્રાટકી શકે છે. પાયલોટોને બેસવા માટે બે સીટ છે. ૫૧૬૫ કિલોગ્રામ વચન છે

(7:49 pm IST)