Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને જેપી નડ્ડાએ જમ્મુ- કાશ્મીરનાં પૂર્વ રાજ્યપાલ જગમોહનની લીધી મુલાકાત

370 હટાવ્યા બાદ સમર્થન મેળવવાનાં હેતૂસર એક મહિનાનો સંપર્ક અભિયાન

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રકાશ નડ્ડાએ આજે જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ રાજ્યપાલ જગમોહન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો સમાપ્ત કર્યા બાદ ભાજપ સમાજનાં પ્રબુદ્ધ લોકો સાથે મુલાકાત કરીને સંપર્ક અભિયાન ચલાવી રહી છે, તેનો જ એક ભાગ છે.

   ભાજપે કાશ્મીરનો ખાસ સ્ટેટનો દરજ્જો સમાપ્ત કરવાનો નિર્ણય કરવા માટે સમર્થન મેળવવાનાં હેતૂસર એક મહિનાનો સંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન હેઠળ જ પાર્ટીનાં નેતાઓ અને કાર્યકરો સમગ્ર દેશમાં બેઠક કરી રહ્યા છે.

    91 વર્ષનાં જગમોહનને કાશ્મીર મામલે કડક વલણને કારણે ઓળખવામાં આવે છે. તેઓ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ વાળી પ્રથમ સરકામાં મંત્રી પણ રહ્યા હતાં. આ બેઠકમાં અમિતભાઈ  શાહ, જેપી નડ્ડા સાથે કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ હાજર રહ્યા હતાં.

(7:33 pm IST)