Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd September 2019

ચક્રવાતી તોફાન 'ડોરિયન' ના કારણે બહામાસમાં પાંચ લોકોના મોત: અનેક ઘરોને ભારે નુકસાન

તોફાનના કારણે દરિયામાં સાત મીટર સુધી ઊંચા મોજા ઉછળ્યા: ફ્લોરિડા, જોર્જિયા અને કેરોલિનામાં એલર્ટ જાહેર

નવી દિલ્હી : ચક્રવાતી તોફાન ડોરિયનના કારણે બહામાસમાં પાંચ લોકોના મોત થયા છે. બહામાસમાં તોફાનના કારણે ભારે પવન ફુકાઈ રહ્યો છે. અનેક મકાનને પણ નુકસાન થયુ છે. શક્તિશાળી તોફાન 285 કિલો મીટર પ્રતિકલાકની ગતિએ આગળ વધી રહ્યુ છે. તોફાનના કારણે દરિયામાં સાત મીટર સુધી ઊંચા મોજા ઉછળ્યા છે.

   હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડોરિયન પશ્વિમ વિસ્તાર તરફથી આગળ વધી પૂર્વી અમેરિકાના અનેક વિસ્તારને પ્રભાવિત કરી શકે છે. જેથી અમેરિકાના ફ્લોરિડા, જોર્જિયા અને કેરોલિનામાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. આ ઉપરાંત અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસી જવાના આદેશ આપવામાં આવ્યા છે

(11:38 am IST)