Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ કેટલાય વિસ્તારોમાં ભુસખ્લન : ટિહરી-ઘનસાલી માર્ગ બંધ ;અનેક નદીમાં ઘોડાપુર :તંત્ર એલર્ટ

૨૪ થી ૪૮ કલાકમાં ભારે વરસાદની આગાહીઃ ઉત્તરાખંડના નૈનીતાલ, ચંપાવત, ઉધમસિંહનગર, ચમોલી, રૂદ્ર, પ્રયા, હરિદ્વાર, પૌડી તથા દહૈરાદુનમાં ભારે વરસાદની આગાહી કરાઇઃ રાજ્યસરકારે એનડીઆરએફ અને અન્ય રાહત બચાવ ટીમોને એલર્ટ ઉપર રાખીઃ લોકોને સર્તક રહેવા પણ સલાહ આપવામાં આવી

ઉત્તરાખંડમાં ભારે વરસદા બાદ અનેક વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની છે. ઉત્તરાખંડના મસૂરી સહિત ટિહરીમાં ભૂસ્ખલન થયુ છે. ભૂસ્ખલનના કારણે ટિહરી-ઘનસાલી માર્ગને બંધ કરવામાં આવ્યો છે. જેથી અનેક વાહન ચાલકો અટવાયા હતા. ઉત્તરાંખડમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે. વરસાદના કારણે રાજ્યની  અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યુ છે. જ્યારે રાજ્યના વહીવટી તંત્રને વરસાદના પગલે એલર્ટ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે.

 

(2:13 pm IST)