Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

જમ્મુ કાશ્મીરમાં સેનાનું મોટું સર્ચ ઓપરેશન :18 ગામડામાં સર્ચ :રાષ્ટ્રીય રાઇફલની ટુકડી પણ જોડાઈ

સેનાએ જમ્મુ કાશ્મીરમાં મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. ઘાટી સહિતના વિસ્તારમાં આતંકવાદની કમર તોડવા માટે સેનાએ 18 જેટલા ગામડાઓમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. સર્ચ ઓપરેશનમાં રાષ્ટ્રીય રાયફલની ટુકડીઓ જોડાઈ છે. પોલીસ અને સેના દ્વારા શોપિયા અને પુલવામા જિલ્લામાં સર્ચ શરૂ કરવામાં આવ્યુ છે. આતંકવાદીઓએ પોલીસ જવાનના પરિવારના સભ્યોનું અપહરણ કર્યા બાદ સેનાએ આતંકવાદ વિરૂદ્ધ મોટી કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. શનિવારે સેનાએ બાંદીપોરામાં અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

(12:31 pm IST)