Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

શ્રીનગર જતા હાઇવે પરથી બે શખ્શો પાસેથી નવ કરોડનું હેરોઇન ઝડપાયું

ડીઆરઆઇના અધિકારીઓએ એસયૂવીને આંતરીને તલાસી લેતા ખાસ પ્રકારના ખાનામાં છુપાવેલું થી 1,8 કિલો હેરોઇન મળ્યું

શ્રીનગર :જમ્મુ જિલ્લામાંથી શ્રીનગર જતા હાઈવે પરથી બે શખ્શોને ઝડપીને તેમની પાસેથી રૂપિયા નવ કરોડનું હેરોઈન ડીઆરઆઈએ જપ્ત કર્યું હતું.બાતમીને આધારે ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સના અધિકારીઓએ એક એસ.યુ.વી.ને આંતરી હતી. બાણ ટોલ પ્લાઝા પર, નાગરોટા નજીક તે વાહનને આંતરી તેનું ચેકીંગ કરાયું હતું.

  તપાસમાં, તે વાનમાંથી હાઈ-ગ્રેડનું ૧.૮ કિગ્રા હેરોઈન ઝડપાતા, કારમાં પ્રવાસ કરી રહેલી બે વ્યકિતને ઝડપી લેવાઈ હતી. કારના સ્ટીઅરીંગ વ્હિલ નજીક બનાવેલા, ખાસ પ્રકારના ખાનામાં આ હેરોઈન છુપાવવામાં આવ્યું હતું.

  અધિકારીઓએ તે હેરોઈન જપ્ત કર્યું હતું. તે જથ્થાની આંતર-રાષ્ટ્રીય બજારનાં ભાવે નવ કરોડ રૂપિયા કિંમત આંકવામાં આવી હતી. કાશ્મીરના બન્ને દાણાચોરોને પણ ઝડપી લેવાયા હતા. જ્યારે વાહન પણ જપ્ત કરી લેવાયું હતું. તે બન્ને સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ બાબતે વધુ તપાસ હાથ ધરાઈ છે.

(9:28 am IST)