Gujarati News

Gujarati News

News of Monday, 3rd September 2018

બુલિયન માર્કેટમાં મજબૂતાઈ :સોનાનો ભાવ ત્રણ સપ્તાહની ટોચે પહોંચ્યો

નવી દિલ્હી :વૈશ્વિક બજારમાં પીળી ધાતુમાં ઘટાડો થયો હોવા છતાં સ્થાનિક બજારમાં માંગ આવવાથી ગયા અઠવાડિયે દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનું 450 રૂપિયા ચમકી 11 જુલાઈ બાદના સર્વોચ્ચ સ્તરે 10 ગ્રામ દીઠ 31,350 રૂપિયે પહોંચી ગયો છે

. ચાંદી પણ 100 રૂપિયાના અઠવાડિક વધારા સાથે 38,350 રૂપિયા પ્રતિ કિલોગ્રામે પહોંચી ગઈ છે. લંડન અને ન્યૂયોર્ક તરફથી મળેલી માહિતી અનુસાર, ગયા અઠવાડિયે સોનું હાજિર 4.10 ડૉલર નીચે ઉતરી 1201.70 ડૉલર પ્રતિ ઔસ પર આવી ગયો. ડિસેમ્બરનો અમેરિકન સોનાનો વાયદો પાણ 10.60 ડૉલર ઉતરી અઠવાડિયાના અંતે 1201.70 ડૉલર પ્રતિ ઔસ બોલાઈ ગયો.

(12:00 am IST)