Gujarati News

Gujarati News

News of Friday, 3rd July 2020

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં ઝડપથી સુધારો : ટૂંક સમયમાં સંપુર્ણ સ્વસ્થ થઈ જાહેર જીવનમાં જોડાઈ જશે

રાજકોટ :::ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે તેમની તબિયતમાં ઝડપથી સુધારો  થઈ રહ્યો છે.ટૂંક  સમયમાં સંપુર્ણ સ્વસ્થ થઈ  જાહેરજીવનમાં જોડાઈ  જશે.

લાખો લોકોની પ્રાર્થના અને દુઆઓથી  સૌના માર્ગદર્શક અને ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકીની તબિયતમાં ઝડપથી સુધારો થઇ રહ્યો છે.

હાલમાં ભરતસિંહ સોલંકીની તબિયત એકદમ સ્થિર છે,ચિંતા નું કોઈ કારણ નથી. તેઓ ટૂંક જ સમયમાં સંપુર્ણ સ્વસ્થ થઈ આપણી સૌની વચ્ચે જાહેરજીવનમાં જોડાઈ જશે.તેમ જણાવ્યું છે.

(3:59 pm IST)
  • નેપાળમાં સત્તારૂઢ NCPમાં મતભેદ વચ્ચે પક્ષ પ્રમુખે રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત : નેપાળના સત્તારૂઢ પક્ષ એનસીપીમાં સામે આવેલા મતભેદ વચ્ચે પક્ષના કાર્યકારી અધ્યક્ષ પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'એ ગઇકાલે રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી સાથે મુલાકાત કરી. ભંડારી દ્વારા કેબિનેટની ભલામણ પર સંસદના બજેટ સત્રને સ્થગિત કરવાની ઘોષણાના કેટલાક કલાક બાદ રાષ્ટ્રપતિ સાથે કરી મુલાકાત access_time 11:29 am IST

  • રાત્રે 9-45 વાગ્યાથી રાજકોટમાં વરસાદ શરૂ : છેલ્લી 15 મિનિટથી ધીમીધારે સતત વરસતો વરસાદથી રસ્તાઓ ભીના : દિવસભરના અસહ્ય બફારા અને ઉકળાટ બાદ મોડીરાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી: access_time 10:04 pm IST

  • દિલ્હીમાં કાલે વરસાદની રમઝટ access_time 4:38 pm IST