Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

આઝાદીથી અત્યાર સુધીમાં 13 વખત ગાંધી પરિવારથી મુક્ત રહ્યું કોંગ્રેસ:બિન ગાંધી અધ્યક્ષે પણ આપવી સતા

અત્યાર સુધી કોંગ્રેસનાં 18 અધ્યક્ષ રહી ચુક્યા છે. જેમાંથી માત્ર 5 અધ્યક્ષ જ ગાંધી પરિવારના રહ્યા

નવી દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણીમાં પરાજયની જવાબદારી લેતા પદ પરથી રાજીનામાનો પત્ર ટ્વીટર પર પોસ્ટ કરી દીધી છે. હવે કહેવાઇ રહ્યું છે કે પાર્ટી ગાંધી પરિવાર ઉપરાંત કોઇ પણ નેતાને અધ્યક્ષ બનાવવાની તૈયારીમાં છે. રાહુલ ગાંધી પોતે પણ કહી ચુક્યા છે કે નવા અધ્યક્ષ બિનગાંધી પરિવારના વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવે. જો પાર્ટીના ઇતિહાસની વાત કરીએ તો 1947માં દેશની આઝાદી બાદથી અત્યાર સુધી કોંગ્રેસનાં 18 અધ્યક્ષ રહી ચુક્યા છે. જેમાંથી માત્ર 5 અધ્યક્ષ જ ગાંધી પરિવારના રહ્યા છે. 13 અધ્યક્ષોનો દુર દુર સુધી ગાંધી પરિવાર સાથે કોઇ જ સંબંધ રહ્યો નથી. જો કે બીજી વાત છે કે ગાંધી પરિવારનાં સભ્યો પાસે પાર્ટીની કમાન સૌથી વધારે સમય સુધી નથી રહી.

 

   આઝાદી પછીથી કોંગ્રેસમાં 18 અધ્યક્ષ રહ્યા છે. જેમાં જવાહરલાલ નેહરુ, ઇંદિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી જ ગાંધી પરિવારના અધ્યક્ષ બન્યા. જ્યારે 13 અધ્યક્ષોનો સંબંધ ગાંધી પરિવાર સાથે નથી રહ્યો. 1951થી 54 વચ્ચે સુધી નેહરૂ વડાપ્રધાન રહેવા દરમિયાન પાર્ટી અધ્યક્ષ પણ રહ્યા. રેકોર્ડ જોઇએ તો 1959ને છોડીને 1955થી માંડીને 1978 સુધી કોંગ્રેસની કમાન બિન ગાંધી વ્યક્તિ પાસે રહી. આ દરમિયાન કોંગ્રેસની જ સત્તા રહી. ઇંદિરા ગાંધીએ 1967 અને 1971ની લોકસભા ચૂંટણીમાં સતત બે બહુમતીની સરકાર પણ બિન ગાંધી અધ્યક્ષના કાર્યકાળમાં બની. 

(11:52 pm IST)