Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

રાજીનામા સાથે રાહુલ ગાંધીએ ટ્વિટર પ્રોફાઇલ બદલ્યું: કોંગ્રેસ અધ્યક્ષની જગ્યાએ લખ્યું સાંસદ

રાહુલ ગાંધીએ ચાર પાનાનું રાજીનામું સોંપ્યું: ટ્વીટર પર પણ શેર કર્યું.

નવી દિલ્હી : રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યાની સાથે જ ટ્વીટર પર પણ પોતાના રાજીનામાં પર મહોર લગાવી દીધી છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર પર કોંગ્રેસ અધ્યક્ષ હટાવીને હવે માત્ર કોંગ્રેસ સભ્ય અને સાંસદ લખ્યું છે. પાર્ટીની ઇચ્છા રાહુલ ગાંધી કોંગ્રેસ તરીકે રહે તેવી છે તેમ છતાં રાહુલ ગાંધી પોતાના નિર્ણય પર અડગ છે.

રાજીનામાં સાથે જ રાહુલ ગાંધીએ CWCની બેઠક કરી જલ્દીથી નવા અધ્યક્ષ ચૂંટવાની પણ વાત કરી છે. રાહુલ ગાંધીએ ચાર પાનાનું રાજીનામું સોંપ્યું અને તેને ટ્વીટર પર પણ શેર કર્યું. પોતાના રાજીનામામાં રાહુલ ગાંધીએ લખ્યું કે, હારની નૈતિક જવાબદારી લેતાં રાજીનામું આપું છું.

પોતાનાં ત્યાગપત્રમાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, જવાબદારી ખુબ જ જરૂરી છે. હાર માટે અન્ય લોકોને જવાબદાર ઠેરવીને હું મારી જવાબદારીમાંથી ભાગી જાઉ તો તે અનુચિત્ત છે. રાહુલ ગાંધીએ જણાંવ્યું કે, કોંગ્રેસ પાર્ટીને ફરી બેઠી કરવા માટે હવે કડક નિર્ણયો લેવા તે સમયની જરૂરીયાત છે.

(7:43 pm IST)