Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

અમેરિકન એજન્સી FBI નો દાવો

પાકિસ્તાનના કરાચીમાં છે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ

ન્યુયોર્ક, તા. ૩ : પાકિસ્તાનમાં અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ હોવાની વાત ભારત સતત કહી રહ્યુ છે. હવે અમેરિકી તપાસ એજન્સીએ પણ લંડન કોર્ટમાં દાવો કર્યો છે કે ડી-કંપનીનું સરનામુ પાકિસ્તાનના કરાંચીમાં છે અને ત્યાંથી પોતાના અપરાધ નેટવર્કને ચલાવી રહ્યા છે. દાઉદના નજીકના અમેરિકા પ્રત્યપર્ણનો કેસ લંડન કોર્ટમાં ચાલી રહ્યુ છે.

લંડન પાકિસ્તાન પોતાના દેશમાં ગુના અને આતંકીઓને શરણ આપવાથી હંમેશા ઈનકાર કરી રહ્યા છે. હવે અમેરિકાએ પણ લંડનની એક કોર્ટમાં દાવો કર્યો છે કે આ વાતનો પૂર્ણ પુરાવા છે કે અંડરવર્લ્ડ ડોન અને ભારતનું વાંછિત આતંકી દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છે. પોતાના આંતરરાષ્ટ્રીય અપરાધ સિન્ડિકેટને આ કરાંચીથી આ પરેટ કરે છે. અમેરિકી તપાસ એજન્સી FBI ની લંડનની એક કોર્ટમાં આ દાવો કર્યો.

દાઉદ ઈબ્રાહીમના ખાસ સહયોગી ઝાબિર મોતીવાલાના અમેરિકા પ્રત્યાર્પણના ટ્રાયલ પહેલા દિવસે અમેરિકા તરફથી વકીલ જોન હાર્ડીએ કોર્ટમાં પક્ષ રખતા કહ્યુ FBI ન્યૂયોર્કમાં ડી કંપનીના લિંકની તપાસ કરી રહ્યા છે. ડી કંપનીનું નેટવર્ક પાકિસ્તાન, ભારત અને યુએઈમાં ફેલાયેલુ છે. આ કંપનીના પ્રમુખ ભારતીય મુસલમાન દાઉદ ઈબ્રાહીમ છે જે પાકિસ્તાનમાં રહે છે.

(3:58 pm IST)