Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

સરકાર ફરિયાદોને ગંભીરતાથી લઇ રહી છે

ખાણી-પીણીની ચીજોના MRPથી વધુ ભાવ લેનારા વેપારીઓનું હવે આવી બનશે

નવી દિલ્હી તા.૩: રેલ્વે પ્રવાસ,હવાઇ પ્રવાસ, સિનેમા હોલ અથવા અન્ય જગ્યાઓએ આપણે પાણી અને બીજી ચીજો કાયમ તેના પર છપાયેલ એમઆરપી કરતા વધુ ભાવ ખરીદીએ છીએ. ઘણીવાર દુકાનદાર નિયમો વિરૂધ્ધ જઇને જગ્યાના હિસાબથી ગ્રાહકની મજબૂરીનો ફાયદો ઉઠાવે છે હવે સરકાર આના પર સખ્તાઇ વાપરવાનો વિચાર કરી રહી છે. કેન્દ્રીય ખાધ અને સાર્વજનિક વિતરણ પ્રધાન રામવિલાસ પાસવાને ગઇ કાલે કહ્યું કે સરકાર બોટલનું પાણી અને પેકિંગ કરાયેલા ખાદ્ય પદાર્થોને એમઆરપીથી મોંઘા ભાવે વેચવાના બનાવોને ગંભીરતા પૂર્વક જોઇ રહી છે.

તેમણે એમપણ કહ્યું કે સરકાર લીગલ મેટ્રાલોજી કાયદો ૨૦૦૯માં ફેરફાર કરશે. પાસવાને લોકસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા કહ્યું કે બોતલબંધ પાણી અને પેકડ ખાદ્ય પદાર્થોના ભાવ એમઆરપીથી વધારે લેવાની ફરીયાદો અમને મળી છે. અમે તેના પર સખત કાર્યવાહી માટે પગલા પણ લીધા હતા. પણ આવા કેસ અદાલતમાં જતા રહે છે. હવે સરકારે વિચાર્યુ છે કે લીંગલ મેટ્રોલોજી કાયદામાં સુધારો કરવામાં આવે.

અમે આના માટે શું ઉપાય કરી શકાય તે અંગે ગંભીરતા પૂર્વક વિચારી રહ્યા છીએ. સીનેમા હોલની અંદર વસ્તુના ભાવ વધારે હોય અને બહાર ઓછા હોય તે ખોટું જ છે. એરપોર્ટ પર, વિમાનની અંદર ભાવ વધી જાય તે યોગ્ય નથી એમ પણ તેમણે કહ્યું હતું.

(1:14 pm IST)