Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

સૌભાગ્ય યોજનાઃ માત્ર કાગળ ઉપર જ વીજ કનેકશનોઃ ૧૮ લાખ ઘરોમાં વિજળી નથી

નવી દિલ્હીઃ દરેક ઘરમાં વિજ કનેકશન આપવા માટે શરૂ કરવામાં આવેલ સૌભાગ્ય યોજનાના નામ ઉપર અધિકારીઓ જુઠાણાઓ બોલી રહયા છે. એક પણ ઘરમાં વિજળી અપાય નથી છતા અપાયેલ રીપોર્ટમાં જણાવી દેવાયું છે કે કનેકશન આપી દીધા મીટર લગાવી દીધા ચુંટણી બાદ કરાયેલ સર્વેથી ખુલાઓ થયેલ કે ૧૮ લાખ ઘરો વિજળીની રાહ જોઇ બેઠા છે, જયારે આ યોજના પુરી થઇ ગઇ છે. !!

ઉતર પ્રદેશમાં ૨૦૧૮માં સૌભાગ્ય યોજના શરૂ થયેલ. આ યોજના અંતર્ગત ગરીબોને મફતમાં વિજ કનેકશન આપવાનું હતુ. અધિકારીઓને સુચના અપાયેલ કે તેઓ ઘરે-ઘરે જઇ ગરીબ પરિવારોને કનેકશન આપવામાં અધિકારીઓએ ઝડપ દેખાડી ૧૦૦ ટકા ટકા કામપુરાનો રિપોર્ટ આપી દીધેલ પણ વાસ્તવીકતા મુજબ ૧૮ લાખ ઘરો વિજળી વિહોણા છે જેમા મથુરા જીલ્લામાં જ આવા ઘરની સંખ્યા ૭ થી ૮ હજાર છે. ઉપરાંત જૌનપુર, પ્રતાપગઢ, ગોંડા, બહરાઇચ, આંબેડકરનગર, સંતકબીરનગર, કાનપુર, ઝાંસી, ફતેહપુર, આઝમગઢ, બરેલી, મુરાદાબાદ, અમરોહા, સંભલ, બીજનૌર, બાગયત સહિતના જીલ્લાઓના લોકો કનેકશન માટે રાહ જોવે છે.યુપીના ઉર્જામંત્રી શ્રીકાંત શર્માએ જણાવેલ કે પ્રદેશમાં ખોટા કનેકશન બંધ કરવા નિયમીત કનેકશન અપાયેલ. હવે ખબર પડી કે ૧૪થી ૧૫ લાખ લોકોને કનેકશન નથી મળ્યું. આ યોજના ૩૧ માર્ચે પુરી થઇ ગઇ છે. પણ અમે કેન્દ્ર સરકારને મુદત વધારવા માંગણી કરી છે.

(11:35 am IST)