Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

બિહારમાં વધુ એક મોબ લીચિંગ : ચોરી કરતા પકડાયેલ શખ્શને લોકોના ટોળાએ ઢોર માર મારીને પતાવી દીધો

બિહારના વૈશાલીમાં મોબ લિન્ચિંગની ઘટના સામે આવી છે વૈશાલીના પટેરા ગામે એક શખ્સને ચોરી કરતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો . જે બાદ ભીડે આ શખ્સને ઢોર માર મારતા તેનું મોત નીપજ્યું હતું આ ઘટના અંગેની જાણ થતા પોલીસ દોડી આવી હતી.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, છેલ્લા ઘણા દિવસોથી પટેરા ગામે ચોરનો આતંક વધ્યો છે. જે દરમ્યાન ચોરીની કોશિશ કરનાર શખ્સને લોકોએ ઝડપી માર માર્યો હતો. ત્યારે આ મામલે પોલીસે માર મારનાર વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે

   આ પહેલા ઝારખંડના જમશેદપુરમાં પણ મોબ લિન્ચિંગની ઘટના સામે આવી હતી. જેમા મોટર સાયકલની ચોરી કરનાર શખ્સને મોર મારવામાં આવતા તેનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતુ.

(11:19 am IST)