Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

ભારત સૌથી વધુ મહેનતુ દેશ છે

ભારત પછી મેકિસકોનો ક્રમઃ ત્રીજો નંબર અમેરિકાનો

નવી દિલ્હી, તા.૩: દેશનો કોઈપણ ભાગ હોય કે પછી હોય વિદેશ, જયારે વાત કરવામાં આવે મહેનતની તો એવું કહેવાય છે કે ભારતીયો સૌથી વધુ મહેનત કરે છે. અમે આવું નથી કહી રહ્યાં પરંતુ તાજેતરમાં જ થયેલા એક સર્વેમાં આ વાત સામે આવી છે. જો તમારી પાસે ઓછા દિવસ કામ કરવાની તક હોય છતાં પણ અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરશો? જો તમારો જવાબ હા હોય તો તમે પણ એવા ૬૯% વ્યકિતઓમાંથી છો. જેઓ અઠવાડિયામાં પાંચ દિવસો કામ કરવા ઈચ્છે છે.

ઈન્ટરનેશનલ વર્કફોર્સ મેનેજમેન્ટ કંપનીના સર્વે અનુસાર ભારત સૌથી વધુ મહેનતુ દેશ છે. આ જ સર્વે શ્લ્, કેનેડા, જર્મની, મેકિસકો, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા અને યુકે પર પણ કરવામાં આવ્યો હતો. ભારત પછી તરત જ મેકિસકોનો નંબર આવે છે. જયાં ૪૩% લોકો પાંચ દિવસ કામ કરવા અંગે સંતોષજનક છે. આ પછી ૨૭% અમેરિકન્સ, ૧૯% ઓસ્ટ્રેલિયન્સ અને ૧૭્રુ ફ્રાન્સના લોકોનો સમાવેશ થાય છે.

જો પગાર સરખો જ હોય છતાં પણ ચાર જ દિવસ કામ કરવા ઈચ્છતાં હોય તો ૩૪ ટકા ગ્લોબલ વર્કર્સ એવું ઈચ્છે છે કે તેઓ ચાર જ દિવસ કામ કરે જયારે ૨૦ ટકાએ ત્રણ જ દિવસ કામ કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. આ ઉપરાંત ૩૫્રુ લોકોએ તો પે કટની પણ ઈચ્છા દર્શાવી હતી.

જોકે, આંકડાઓ દરેક દેશ પ્રમાણે અલગ અલગ છે. મેકિસકોના પચાસ ટકા એમ્પ્લોઈ, ભારતના ૪૩ ટકા જયારે ફ્રાન્સના ૪૨ ટકા નોકરી કરતા લોકો જો દિવસો ઓછા કરવામાં આવે તો પગારમાં પણ બાંધછોડ કરવા તૈયાર છે. કેનાડાના ૨૯ ટકા અને અમેરિકાના ૨૪ ટકા લોકોને જ આ પ્રકારનું એડજસ્ટમેન્ટ પસંદ છે.

જો વાત કરવામાં આવે અઠવાડિયાના ચાલીસ કલાક કામ કરવાની તો.. ૪૯% લોકોની મેજોરિટી સાથે અમેરિકા પ્રથમ ક્રમાંકે છે. અમેરિકા પછી ૪૪% સાથે ભારતનો બીજો નંબર આવે છે. ભારત પછી ચાલીસ ટકા સાથે મેકિસકો અને ૩૮% સાથે જર્મનીનો નંબર આવે છે.

આ સર્વેમાં રસપ્રદ વાત તો એ સામે આવી હતી કે ૭૫ ટકા લોકોને એવું લાગે છે કે તેમને આપેલા વિવિધ ટાસ્ક પૂરા કરવામાં પૂરતો સમય મળી રહે છે. જયારે બીજી બાજુ ૭૧ ટકા લોકોનું કહેવું હતું કે તેમનું કામ પર્સનલ લાઈફમાં પણ ખલેલ પહોંચાડે છે. આ ઉપરાંત પાંચમાંથી બે લોકો એવા હતા કે તે અઠવાડિયામાં ટાર્ગેટ કરતા વધુ કામ કરતાં હતાં.

આ ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને કેનેડાના વર્કર્સ ભલે ભારત કરતા વધુ કલાકો કામ ન કરતા હોય પરંતુ તેમનું માનવું છે કે તેમને કામ કરવા માટે પૂરતાં કલાકો નથી મળી રહ્યાં. કદાચ આ સર્વે તેમને આ સમજાવવામાં કામ આવી શકે.

(10:05 am IST)