Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd July 2019

એટીએમની સંખ્યા ઘટી જતાં ગ્રાહકો પર માઠી અસર થઇ

એટીએમના ઉપયોગને વધારવા માટેની યોજના : એટીએમના સરેરાશ ઉપયોગમાં બેંકનું નોંધપાત્ર યોગદાન

મુંબઇ, તા. ૨ : દેશની અર્થવ્યવસ્થામાં રોકડની સ્થિતિ નવી ઉંચાઈ ઉપર પહોંચવા અને બે વર્ષમાં એટીએમની સંખ્યા ઘટવાના પરિણામ સ્વરુપે એટીએમનો સરેરાશ ઉપયોગ વધી રહ્યો છે. નોટબંધી બાદ એપ્રિલ ૨૦૧૭માં સરેરાશ દરરોજ ટ્રાન્ઝિક્શનની સંખ્યા ૧૦૫ની નિચલી સપાટી ઉપર હતી જે એપ્રિલ ૨૦૧૯માં વધીને ૧૩૦ ઉપર પહોંચી ગઈ છે. એટીએમના સરેરાશ ઉપયોગમાં સૌથી મોટુ યોગદાન બેંકો દ્વારા વધુને વધુ ડેબિટ કાર્ડ જારી કરવાનો રહ્યો છે. એપ્રિલ ૨૦૧૭માં દેશમાં ડેબિટ કાર્ડની કુલ સંખ્યા ૭૮ કરોડ હતી જે એપ્રિલ ૨૦૧૯માં વધીને ૮૮ કરોડ થઇ ગઇ છે. બેંક એકબાજુ ઇશારો કરી રહ્યા છે કે, એટીએમ રેગ્યુલેશન વધુ કઠોર બની ગયા બાદ કેટલીક બેંકો દ્વારા ડેબિટ કાર્ડ આપવાની પ્રક્રિયા રોકી દીધી છે. ૧૪મી જૂન ૨૦૧૯ના દિવસે પુરા થયેલા સપ્તાહમાં ૨૨.૧૯ લાખ કરોડ રૂપિયાની રોકડ રકમ સરક્યુલેશનમાં હતી જે અગાઉના વર્ષની આજ અવધિની સરખામણીમાં ૧૩ ટકા વધારે છે. એપ્રિલ ૨૦૧૭માં આ રકમ ૧૪.૧૭ લાખ કરોડ રૂપિયા હતી. ઓછા ભાડાવાળા ટાયર-૨ અને ટાયર-૩ શહેરોમાં એટીએમના ઉપયોગમાં વધારો થયો છે.

(12:00 am IST)