Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગોડનું સર્ટિફિકેટ મેળવી હરિયાણાનો યુવક નાસ્તિક ઘોષિત થયો

પાણીપત તા.૩: હરિયાણાના ટોહાના ગામમાં રહેતા રવિકુમારને હવે ઓફિશ્યલી નાસ્તિક ગણવામાં આવશે. જો કે એ માટે રવિએ બે વર્ષ સુધી કાનૂની લડત લડવી પડી હતી. રવિનું કહેવું છે કે તે પોતાને કોઇ ખાસ વર્ગ વિશેષ સાથે જોડીને નથી જીવવા માંગતો. ૨૦૧૭માં રવિે ફતેહાબાદ કોર્ટમાં સિવિલ કેસ કર્યો હતો. એ જ વર્ષે તેને પોતાના નામની સાથે નાસ્તિક લખવાની અનુમતિ મળી હતી. રવિના વકિલ અમિતકુમાર સૈનીએ 'નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગોડ' નું સર્ટિફિકેટ મેળવવા તહસીલ કાર્યાલયમાં અરજી કરેલી. ત્યાંથી આવું સર્ટિફિકેટ નહીં મળી શકે એવો જવાબ મળતાં તેણે ડેપ્યુટી કમિશનરને આવેદન કર્યું. રવિના તમામ દસ્તાવેજો તપાસવામાં આવ્યા અને તે કોઇ ક્રિમિનલ તો નથી ને એની સધન તપાસ થઇ. જયારે ડેપ્યુટી કમિશનર રવિની તમામ ઊલટતપાસથી સંતુષ્ટ થઇ ગયા એ પછી ૨૯ એપ્રિલે તેને ' નો કાસ્ટ, નો રિલિજિયન, નો ગોડ'નું સર્ટિફિકેટ આપવામાં આવ્યું. આ સર્ટિફિકેટ પર સિરિયલ નંબર પણ મૂકવામાં આવ્યો છે અને આ દેશનો પહેલો કિસ્સો હોવાનંુ કહેવાઇ રહ્યું છે.(૧.૪)

 

(12:33 pm IST)