Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

ઈમરાન ખાનનો મોદીને પત્રઃ મુદ્દાઓના ઉકેલ માટે વાતચીત જરૂરી

જો કે ઈમરાનના પત્રમાં કયાંય આતંકવાદ કે તેના ખાત્મા માટેનો ઉલ્લેખ નથીઃ કાશ્મીર સમસ્યા ઉકેલવી જરૂરી હોવાનું જણાવ્યું

નવી દિલ્હી, તા. ૩ :. દેશમાં યોજાઈ રહેલી ચૂંટણીઓ વચ્ચે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને ભારતના પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. જેમા તેમણે કહ્યું છે કે, ભારત-પાક વચ્ચેના બધા પ્રશ્નો ફકત વાટાઘાટોથી જ ઉકેલી શકાય તેમ છે. એપ્રિલના અંતમાં લખાયેલા આ પત્રમાં પાક વડાપ્રધાને કાશ્મીર સમસ્યાનો હવાલો પણ આપ્યો છે. ઈમરાનખાને આ પત્રમાં પીએમ મોદીના એ સંદેશ બાદ લખ્યો છે. જેમાં મોદીએ પાકિસ્તાનને તેના નેશનલ ડે નિમિતે  શુભેચ્છા પાઠવી હતી. પાક નેશનલ ડે પર પીએમ મોદીએ ઈમરાનખાનને શુભકામના સંદેશ મોકલ્યો હતો. આ માહિતી ઈમરાનખાને ટવીટ પર બહાર પાડી હતી.

હાલમાં લખેલા પત્રમાં પાક વડાપ્રધાને પાકિસ્તાન માટે કાશ્મી સમસ્યાનો ઉકેલ જરૂરી હોવાનુ જણાવ્યુ છે. જો કે પત્રમાં કયાંય પણ આતંકવાદનો ખાત્મો કે આતંક પર કોઈ વાત જણાવવામાં આવી નથી. પત્રમાં તેમણે બીજા મુદ્દાઓનો ઉલ્લેખ કર્યો છે. તેઓ કાશ્મીરનંુ નામ લેવાનું ભૂલ્યા નથી.

અગાઉ પણ ઈમરાનખાને વાતચીત કરવાની ઈચ્છા વ્યકત કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવી સરકાર નિર્ણય લેશે કે વાતચીત કરવી કે નહિ? હવે ભારત અને પાકિસ્તાનના નેતાઓ સાંઘાઈ શિખર સંમેલનમાં આમને-સામને આવી તેવી શકયતા છે.(૨-૯)

 

(12:20 pm IST)