Gujarati News

Gujarati News

News of Friday, 3rd May 2019

એશિયા યુનિવર્સિટી રેંકિંગ-૨૦૧૯

ચીન - જાપાન બાદ ભારત ત્રીજા ક્રમે રેંકિંગમાં ભારતની ૪૯ શૈક્ષણિક સંસ્થાઓ

લંડન તા. ૩ : બ્રિટનની રાજધાની લંડનમાં જાહેર થયેલ એશિયા યૂનિવર્સિટી રેંકિંગ ૨૦૧૯માં ભારતના ૪૯ શૈક્ષણિક સંસ્થાનોને જગ્યા મળી છે. ટાઈમ્સ હાયર એજયુકેશનના આ વર્ષના રેંકિંગમાં ભારતના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ્સ ઓફ સાયન્સને ૨૯મું સ્થાન પ્રાપ્ત થયું છે. આ વર્ષે દેશની ૪૯ શૈક્ષણિક સંસ્થાનોની આ યાદીમાં જગ્યા મળી છે જે ગત વર્ષની તુલનામાં વધારે છે. સંસ્થાનોની સંખ્યાના આધાર પર જોવા જઈએ તો ચીન અને જાપાન બાદ ભારત ત્રીજા નંબરે આવે છે. ૨૦૧૯ના રેંકિંગમાં ચીન પ્રથમવાર પ્રથમ ક્રમે છે. નેશનલ યૂનિવર્સિટી ઓફ સિંગાપુરને પાછળ છોડતાં ચીનની સિંગહુઆ યૂનિવર્સિટી પ્રથમ નંબર પર પહોંચી ગઈ છે.

રેંકિંગ વિશ્લેષકોનું કહેવું છે કે વિભિન્ન સંસ્થાનોના રેંકિંગમાં બદલાવ, કેટલાકનું યાદીમાં હોવું અને કેટલાકના બહાર જવાથી ભારતની રેંકિંગમાં મોટો ફરક જોવા મળ્યો છે. લિસ્ટમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ૨૯માં નંબરે યથાવત છે જયારે ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન ઈન્દોર પ્રથમવાર લિસ્ટમાં શામેલ થયું છે. તે ૫૦ માં સ્થાન પર છે.

લિસ્ટમાં ટોપ ૧૦૦ માં ભારતના IIT મુંબઈ અને IIT રૂડકી સંયુકત રૂપથી ૫૪માં ક્રમે, જેએસએસ એકેડમી ઓફ હાયર એજયુકેશન એન્ડ રિસર્ચ ૬૨માં નંબરે, IIT ખડગપુર ૭૬માં સ્થાને, IIT કાનપુર ૮૨માં સ્થાને અને IIT દિલ્હી ૯૧માં સ્થાન પર છે.(૨૧.૪)

 

(10:05 am IST)