Gujarati News

Gujarati News

News of Saturday, 3rd April 2021

૩ એપ્રિલ

આજના દિવસનું મહત્વ

દોસ્તો, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સહજાનંદ સ્વામીનો આજે જન્મ દિવસ છે. તેઓનો જન્મ ૧૭૮૧ની સાલમાં થયો હતો. તેઓએ ૧૭૯૨ની સાલમાં ભારત ભ્રમણ કર્યું હતું.

આજે ચીસ્તી સંપ્રદાયના ચોથા સંત નિઝામુદ્દીન ઓલિયાની પુણ્યતિથિ છે. ૧૩૨૫ની સાલમાં આજના દિને તેઓએ દેહત્યાગ કર્યો હતો.

 પ્રથમ ફિલ્ડ માર્શલ માણેક શાનો આજે જન્મ દિન છે. તેઓનો જન્મ ૧૯૧૪ની સાલમાં થયો હતો.

મરાઠા સામ્રાજયાના સ્થાપક વીર યૌદ્ધા અને માં ભવાનીના ઉપાસક છત્રપતિ શિવાજી મહારાજની આજે પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૬૮૦ની સાલમાં થયું હતું.

સ્વાતંત્ર્ય સેનાની- સમાજ સુધારક કમલાદેવી ચટોપાધ્યાયનો આજે જન્મ દિન છે. તેઓનો જન્મ ૧૯૦૩ની સાલમાં થયો હતો.

ભારતમાં કમ્યુનિસ્ટ પાર્ટીના છ સ્થાપકોમાંના એક અનંત લાગુની આજે પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૨૦૧૦ની સાલમાં થયું હતું.

 ૩ એપ્રિલ ૧૯૬૨ના દિને જવાહરલાલ નેહરૂ ફરીથી વડાપ્રધાન બન્યા હતા. કુલ ૪૯૪ બેઠકોમાંથી કોંગ્રેસ ૩૬૧ બેઠકો જીતી હતી. જો કે ચીને દગો કરીને યુધ્ધ છેડી દેતા જવાહરલાલને આઘાત લાગ્યો હતો અને ૧૯૬૪માં તેઓનું નિધન થયું હતું.

આજે ફિલ્મ ગાયક હરિહરનનો જન્મ દિવસ છે. તેઓનો જન્મ ૧૯૫૫ની સાલમાં થયો હતો.

 આજે અભિનેત્રી જયા પ્રદાનો જન્મ દિન છે. તેઓનો જન્મ ૧૯૬૨ની સાલમાં થયો હતો.

૧૯૮૪ની સાલમાં આજના દિને રાકેશ શર્મા અંતરીક્ષમાં જનાર પ્રથમ ભારતીય બન્યા હતા.

જયપુર ઘરાનાના મુખ્ય ગાયિકા શાસ્ત્રીય સંગીતના ઉપાસક કિશોરી અમોનકરની આજે પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૨૦૧૭ની સાલમાં થયું હતું.

જન્તુ વૈજ્ઞાનિક માસ્ટન બેટ્સની આજે પુણ્યતિથિ છે. તેઓનું નિધન ૧૯૭૪માં થયું હતું. તેઓએ મચ્છર પર  સંશોધન કરીને પિતના તાવનો ઈલાજ શોધ્યો હતો.

(3:01 pm IST)