Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

ગોડસે-દામોદર સાવરકરની વચ્ચે સંબંધોને લઇને હોબાળો

નવા પુસ્તક બાદ રાજકીય સંગ્રામ

ભોપાલ, તા.૩ : મધ્યપ્રદેશ કોંગ્રેસ સેવાદળ તરફથી સ્વતંત્રતા લડવૈયા દામોદર સાવરકરને લઇને વહેંચવામાં આવેલા પુસ્તક પર રાજકીય સંગ્રામની સ્થિતિ જોવા મળી રહી છે. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો છે કે, સાવરકરના મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની સાથે સજાતિય સંબંધો હતા. ભાજપ દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા બાદ હવે શિવસેનાએ પણ આ મામલામાં મૌન તોડીને આને સાવરકરના અપમાન તરીકે ગણાવીને વિવાદ જગાવ્યો છે. શિવસેના સાંસદ સંજય રાવતે કહ્યું છે કે, સાવરકર મહાન વ્યક્તિ હતા અને મહાન રહેશે જેમની જે પ્રકારે ટિકા-ટિપ્પણી થઇ રહી છે તે પ્રદૂષિત દિમાગની ઉપજ છે. બીજી બાજુ હિન્દુ મહાસભાના અધ્યક્ષ ચક્રપાણીએ આની જોરદાર ઝાટકણી કાઢીને કહ્યું છે કે, એક પછી એક વિવાદ બિનજરૂરીરીતે છેડવામાં આવી રહ્યા છે. ચક્રપાણીએ રાહુલ ગાંધી ઉપર પ્રહાર કરતા તેમને પણ સજાતિય તરીકે ગણાવી દીધા હતા. અખિલ ભારતીય હિન્દુ મહાસભાના અધ્યક્ષ સ્વામી ચક્રપાણીએ પોતાની પ્રતિક્રિયા આપીને કહ્યું હતું કે, સાવરકર સામે આધારવગરના આરોપો કરાયા છે.

(7:26 pm IST)