Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

કાસીમ સુલેમાની ના મોતથી તેલ કિંમતોમાં થયેલો ભડકો

ચાર ટકાથી વધુનો ઉછાલો

વોશિંગ્ટન, તા. ૩ : અમેરિકાના હવાઈ હુમલામાં સુલેમાનીના મોત બાદ તેલ કિંમતોમાં જોરદાર ભડકો થયો હતો. તેલની કિંમતોમાં ચાર ટકાથી વધુનો ઉછાળો નોંધાઈ ગયો હતો. બ્રેન્ટ ક્રૂડ ફ્યુચરની કિંમતમાં આશરે ત્રણ ટકા સુધીનો ઉછાળો નોંધાતા તેની કિંમત વધીને બેરલદીઠ ૬૯.૧૬ સુધી પહોંચી ગઈ હતી. ૧૭મી સપ્ટેમ્બર બાદથી આ સૌથી ઉંચો વધારો નોંધાયો છે. માર્કેટમાં એવી દહેશત ફેલાયેલી છે કે, ઇરાન તેના ટોપ લીડરના મોતનો બદલો લેવા વળતા હુમલા કરી શકે છે.  અમેરિકાના કેટલાક સ્થળોને ટાર્ગેટ કરવામાં આવી શકે છે.

(7:22 pm IST)