Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

આજે પણ પેટ્રોલ-ડીઝલ મોંઘા થયા

મુંબઈમાં પેટ્રોલ ૮૦.૯૪ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જયારે ડીઝલ ૭૧.૫૬ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે

મુંબઇ, તા.૩: છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં ૭ પૈસા ભાવ વધારો નોંધાયો છે જયારે ડીઝલની કિંમતમાં ૧૩ પૈાસ પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમો લાગૂ થયા બાદ આજે અમદાવાદમાં ૭૨.૬૫ રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ ૭૧.૪૧ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

માત્ર અમદાવાદ જ નહિ, ચારેય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો નોંધાયો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલ પ્રતિ લીટરે ૮ પૈસા જયારે ડીઝળ પ્રતિ લીટરે ૧૪ પૈસા મોંદ્યું થયું છે. નવી કિંમતો લાગૂ થયા બાદ આજે ચેન્નઈમાં પેટ્રોલ ૭૮.૨૮ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જયારે ડીઝલ ૭૨.૧૨ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

દેશની રાજધાની દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં ઘટાડો નોંધાયો છે જયારે ડીઝલ મોંદ્યું થયું છે. પેટ્રોલ ૧.૯ રૂપિયા પ્રતિ લીટરે સસ્તું થયું છે જયારે ડીઝલ ૦.૧ પૈસા પ્રતિ લીટરે મોંદ્યું થયું છે. નવી કિંમતો લાગૂ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ ૭૩.૩૫ રૂપિયા પ્રતિ લીટરે જયારે ડીઝલ ૬૮.૨૫ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ મોંદ્યા થયાં છે. મુંબઈમાં આજે પેટ્રોલના ભાવમાં ૭ પૈસા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો જયારે ડીઝલમાં પ્રતિ લીટરે ૧૩ પૈસાનો ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ ૩ જાન્યુઆરીએ મુંબઈમાં પેટ્રોલ ૮૦.૯૪ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જયારે ડીઝલ ૭૧.૫૬ રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

(12:55 pm IST)