Gujarati News

Gujarati News

News of Friday, 3rd January 2020

અમેરિકી હવાઈ હુમલામાં ઈરાનનાં 'બાહુબલી' જનરલનું મોત

અમેરિકા-ઈરાન વચ્ચેના સંબંધો વધુ વણસ્યાઃ પશ્ચિમ એશિયામાં ટેન્શન વધવાના એંધાણઃ બગદાદ એરપોર્ટ ઉપર અમેરિકાનો હવાઈ હુમલોઃ કુલ ૮ના મોતઃ વધુ કેટલાક સૈન્ય અધિકારીના પણ હુમલામાં મોત

અમેરિકાના હવાઈ હુમલામાં ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીનું મોત થઈ ગયું છે. અમેરિકાએ ગુરુવાર મોડી રાત્રે ઈરાકની રાજધાની બગદાદમાં હવાઈ હુમલા કરી ઈરાનના કુદ્સ ફોર્સના પ્રમુખ મેજર જનરલ કાસિમ સુલેમાનીને મારી નાખ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે સુલેમાનીનો કાફલો બગદાદ એરપોર્ટ તરફ જઈ રહ્યો હતો, ત્યારે અમેરિકાએ હવાઈ હુમલો કરી દીધો. આ હુમલામાં પોપ્યુલર માબલાઇઝેશન ફાર્સના ડ્યૂટી કમાન્ડર અબૂ મેહદી અલ મુહાંદિસ પણ માર્યા ગયા હોવાના અહેવાલ છે.

ઈરાકની સરકારી ટીવી ચેનલે સુલેમાનીના મોતની પુષ્ટિ કરી દીધી છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પ્રદર્શનકર્તાઓએ બગદાદમાં અમેરિકાની એમ્બસીનો દ્યેરાવ કર્યો હતો.

સુલેમાની ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશરી સેનાની એક તાકાતવાન વિંગ કુધ્સ ફોર્સનો ચીફ હતો. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે અલ મુહાંદિસ એક કાફલાની સાથે સુલેમાનીને રિસીવ કરવા પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ, સુલેમાનીનું પ્લેન સીરિયા કે લેબનાનથી બગદાદ પહોંચ્યું હતું. જેવા સુલેમાની પ્લેનથી ઉતર્યા અને મુહાનદિસ તેમને મળી રહ્યા હતા ત્યારે અમેરિકાએ મિસાઇલ હુમલો કરી દીધો અને તે તમામ માર્યા ગયા. એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે, સુલેમાનીનું શબ તેની અંગૂઠીના આધારે ઓળખવામાં આવ્યું.

નોંધનીય છે કે, સુલેમાની અનેકવાર માર્યા ગયા હોય તેવી અફવા ફેલાઈ હતી. ૨૦૦૬માં ઉત્ત્।રપશ્ચિમ ઈરાનમાં એક પ્લેન દુર્દ્યટનામાં તેમના માર્યા ગયાની અફવા ફેલાઈ હતી. ત્યારબાદ ૨૦૧૨માં દમિશ્કમાં એક હવાઈ હુમલામાં સુલેમાનીના મરવાની અફવા ફેલાઈ હતી. નવેમ્બર ૨૦૧૫માં  સીરિયામાં યુદ્ઘ દરમિયાન ગંભીર રીતે દ્યાયલ થયા કે પછી મરવાની અફવા ફેલાઈ હતી.

આ અમેરિકન હુમલા બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની આશંકા છે. અમેરિકાએ આ હુમલો એવા સમયે કર્યો છે જયારે ઈરાન સમર્થિત મિલિશિયાએ બગદાદ સ્થિત અમેરિકન એમ્બસી પર હુમલો કરી દીધો હતો. થોડા દિવસો પહેલા અમેરિકાના નાણા મંત્રાલયે આરોપ લગાવ્યો હતો કે વિદેશી અભિયાનો માટે જવાબદાર ઈરાનની રિવોલ્યૂશનરી ગાર્ડ્સનું એક એકમ કુધ્સ ફોર્સએ કાચા તેલના માધ્યમથી અસદ અને તેના લેબનાની સહયોગી હિજબુલ્લાનું સમર્થન કર્યું હતું.

(10:02 am IST)