Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ફેક ન્યુઝ પર અંકુશ મેળવવા નવો કાયદો તૈયાર : ફેસબુક અને ગુગલ જવાબદારીથી છટકી નહિ શકે

ગૂગલ, ફેસબુક, વ્હોટ્સએપ જેવી કંપનીઓ પણ ફેક ન્યૂઝ સાથે જોડાયેલા કન્ટેન્ટને ફેલાવવા માટે જવાબદાર ગણાશે

 

નવી દિલ્હી:ફેક ન્યૂઝ પર અંકુશ મેળવવા માટે સરકારે નવો કાયદો તૈયાર કર્યો છે તેને કેબિનેટમાં પાસ કરાવવાની તૈયારી કરી લેવાઈ છે. સૂત્રો અનુસાર નવા કાયદા બાદ ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓ પોતાની જવાબદારીઓમાંથી ભાગી નહીં શકે. હાલમાં સોશિયલ મીડિયા પર ફેલાયેલા ફેક ન્યૂઝ અને તેની પ્રતિકૂળ અસરને ધ્યાનમાં રાખી સરકારે વર્તમાન આઈટી એક્ટ અંતર્ગત કલમ-79માં સંશોધનનો પ્રસ્તાવ બનાવી દીધો છે.

   PMO આઈટી મિનિસ્ટ્રીના સંશોધન પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે અને હવે તેને કેબિનેટની સામે રજૂ કરવામાં આવશે જ્યારબાદ બદલાવ પ્રભાવી થઈ જશે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, ગૂગલ, ફેસબુક, વ્હોટ્સએપ જેવી કંપનીઓ પણ ફેક ન્યૂઝ અથવા અફવા સાથે જોડાયેલા કન્ટેન્ટને ફેલાવવા માટે જવાબદાર ગણાશે. અત્યારે કન્ટેન્ટના પ્રસારનું મીડિયમ બનનારી સોશિયલ મીડિયા કંપનીઓએ આના માટે સીધી રીતે જવાબદાર માનવામાં આવી નથી. સરકાર અનુસાર, આના માટે તે કંપનીઓને જવાબદાર બનાવ્યા બાદ વાતોને ગંભીરતાથી લેશે.

   સૂત્રો અનુસાર સરકારની સૌથી મોટી ચિંતા છે કે, હાલમાં સોશિયલ મીડિયાના સતત વધી રહેલા દુરુપયોગ વચ્ચે આની સાથે જોડાયેલી કંપનીઓ તેને રોકવાની દિશામાં બિલકુલ ગંભીર નથી. હવે મુદ્દાને PMO પોતાની દેખરેખમાં લીધો છે. સરકારના લગભગ એક ડઝન પત્રોનો કંપનીઓ તરફથી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

ત્યારબાદ PMO આની જવાબદારી નક્કી કરવા માટે IT મિનિસ્ટ્રીને કાયદો બનાવવા માટે કહ્યું હતું. કલમ-79માં ફેરફાર ઉપરાંત તમામ સોશિયલ મીડિયા કંપનીઓ માટે ભારત સાથે જોડાયેલા યૂઝર્સનો ડેટા પણ ભારતમાં રહે તેના માટે પણ ડ્રાફ્ટ કાયદો જલ્દી રજૂ કરવામાં આવશે.

(12:39 am IST)