Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અેક્ટીવાને ટક્કર આપવા માટે ટીવીઅેસ દ્વારા જ્યુપિટર ગ્રાન્ડ 5G લોન્ચ કરાશે

નવી દિલ્હી: ટૂ વ્હીલર નિર્માતા કંપની TVS ફેસ્ટિવ સીઝન પહેલા પોતાના પોપ્યુલર સ્કૂટર Jupiterનું નવું વેરિયન્ટ લોન્ચ કરવાની તૈયારીમાં છે. કંપની તેને TVS જ્યુપિટર ગ્રાન્ડ 5G નામથી લોન્ચ કરવાની છે. ઓફિશિયલ લોન્ચથી પહેલા જ ટીવીએસ જ્યૂપિટર ગ્રાન્ડ 5જીને કેટલાક ડિલરશિપ્સ પર સ્પોટ કરવામાં આવ્યું છે. તેનાથી નવા ટીવીએસ જ્યૂપિટર વિશે કેટલીક જાણકારીઓ સામે આવી છે.

રિપોર્ટસ મુજબ, નવા જ્યુપિટરનો લુક સ્ટાન્ડર્ડ જ્યુપિટર જેવો જ છે, પરંતુ કેટલાક નવા ફીચર્સ જોડવામાં આવ્યા છે. તેમાં એલઈડી હેડલાઈટ આપવામાં આવી છે, જે કોઈપણ સ્કૂટરમાં પહેલી વખત જોવા મળશે. ફ્યૂઅલ ગેજ માટે ડિજિટલ ડિસ્પ્લેની સાથે સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રૂમેન્ટ કન્સોલ આપવામાં આવ્યા છે. તે ઉપરાંત ટ્રિપ મીટર અને ક્લોક પણ મળશે. જ્યુપિટર ગ્રાન્ડ 5જીના સીટ કવરમાં કલ્ટ-લાઈફ ફિનિશ આપવામાં આવ્યા આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, ટીવીએસ આ સ્કૂટરને નવા કલર ઓપ્શનમાં લોન્ચ કરશે.

ટીવીએસ જ્યુપિટર ગ્રાન્ડ 5જીનું ડ્રમ બેક વેરિયન્ટ કન્વેન્શનલ અલોય વ્હીલ સપોર્ટની સાથે અને ડિસ્ક બ્રેક વેરિયન્ટ મશીન્ડ અલોટ વ્હીલ અને એડજેસ્ટેબલ મોનોશોકની સાથે આવશે. તે ઉપરાંત નવા સ્કૂટરમાં સ્ટાન્ડર્ડ વેરિયન્ટવાળા એક્સ્ટર્નલ ફ્લૂઅલ ફિલર કેપ, રિઝર્વ ફ્લૂઅલ ઈન્ડિકેટર, અંડરસીટ મોબાઈલ ચાર્જર, પાર્કિંગ બ્રેક અને પાસ લાઈટ સ્વિચ જેવા ફીચર્સ રહેશે.

પાવરની વાત કરીએ તો તેમાં સ્ટાન્ડર્ડ જ્યુપિટરવાળું એન્જિન જ આપવામાં આવશે. 109.7સીસી સિંગલ-સિલિન્ડરવાળું આ એન્જિન 8hpનો પાવર અને 8Nm ટોર્ક જનરેટ કરે છે. ટીવીએસનો દાવો છે કે તેની માઈલેજ 62 કિમી પ્રતિ લીટર છે. તો કિંમતની વાત કરીએ તો Jupiter ZX ડિસ્કની દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત 56,488 રૂપિયા છે. માનવામાં આવી રહ્યું છે કે, નવા જ્યૂપિટરની કિંમત તેનાથી 1,000થી 1,500 રૂપિયા વધારે હોઈ શકે છે. નવા જ્યૂપિટરની ટક્કર હોન્ડા એક્ટિવા સાથે થશે, કેમકે જ્યૂપિટરનું વર્તમાન મોડલ એક્ટિવા બાદ બીજું સૌથી વધુ વેચાતું સ્કૂટર છે.

(5:13 pm IST)