Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પાકિસ્તાને ફરી કર્યો મહાભગો : આબરૂનું ધોવાણ

પોતાના આતંકને ભારતનું ગણાવીને કરી ભુલ : ડાક ટિકિટ પણ છપાવી

નવી દિલ્હી તા. ૨ : ગત વર્ષે યુએનએ ભારતને ઘેરવા માટે પેલેસ્ટાઇનનો ફોટો શેર કરીને તેને કાશ્મીરનું નામ આપી દીધુ હતું. જયારે આ ફોટા અંગે ભારત સ્પષ્ટતા કરી ત્યારે હકીકત સામે આવી હતી. આ સમયે પાકિસ્તાનનો મજાક બની ગયો હતો. પાકિસ્તાને ફરી એકવખત આ પ્રકારની ભૂલ કરી છે. પાકિસ્તાન પ્રેરિત આતંકવાદને ભારતનો ગણાવીને એક મોટી ભૂલ કરી છે. એક ખાસ આયોજન અનુસાર ૨૦,૦૦૦ પાના ૨૦ પોસ્ટલ સ્ટેમ પર ભારતના કાશ્મીર ભારત દ્વારા કરવામાં આવતો અત્યાચાર એવું શીર્ષક આપી દીધુ છે.

આ સ્ટેમ્પમાં હિજબુલ મુજાહિદ્દિન કમાન્ડર બુરહાનવાનીને શહીદ ગણાવવામાં આવ્યો છે. પરંતુ પાકિસ્તાને આ બધુ કરવામાં એક ભૂલ કરી દીધી. પાકિસ્તાને કાશ્મીરી પંડિતો અને શીખ પર થયેલા અત્યાચાર તથા પાકિસ્તાન સમર્થિત હુમલાઓ પર ભારતનું નામ લગાવી દીધુ છે. એ પણ સ્પષ્ટ કર્યું છે કે આ તમામ લોકો પર હુમલાઓ ભારતે કરેલા છે. પરંતુ, આ ફોટા પાછળ સાચું શું છે એ દુનિયા જાણે છે.

કાશ્મીરના એક સંગઠને યુએન સેક્રેટરી જનરલને પત્ર લખી આવી જ એક હકીકત વાત જણાવી હતી. જેમાં સ્પષ્ટ કરાયું હતું કે, પાકિસ્તાન પ્રેરિત આતંકથી ભારત ત્રસ્ત છે. જે ભારતને વૈશ્વિક સ્તરે બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત અસ્તિત્વ બચાવવાની સાથોસાથ પાકિસ્તાન સમર્થિત આતંકને અટકાવવા પણ જવાબદારી લેવી જોઇએ. પાકિસ્તાનને કરેલી આ ભૂલને તે સ્વીકારે તે પણ જરૂરી છે. આવી ભૂલ છપવવાનો આઇડિયા કોનો છે તે હજુ સુધી પાકિસ્તાન મીડિયા પણ જાણી શકયું નથી. હકીકતે તો ભારતના વલણથી પાકિસ્તાન મુંઝાઇ ગયો છે. વિદેશમંત્રી સુષમા સ્વરાજે યુએનમાં પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રી મહંમદ કુરેશી સુષમા સાથે મિટિંગ કરવા માગતા હતા પરંતુ, સુષમાએ પાકિસ્તાની સૈન્યની નાપાક હરકતનો ઉલ્લેખ કરીને મળવાની સ્પષ્ટ ના પાડી દીધી.(૨૧.૭)

 

(12:06 pm IST)