Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સીએનજીના ભાવમાં વધારા બાદ દિલ્હીમાં હવે સીએનજી 44.30 રૂપિયા પ્રતિ કિલો થયું

નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં 51.25 રૂપિયા પ્રતિ કિલો થશે

નવી દિલ્હી: પેટ્રોલના ભાવ  વધારાનો મારો સહન કરી રહેલા લોકોને મોધવારીનો વધુ એક ઝટકો સહન કરવો પડશે. સરકારે સીએનજીના ભાવોમાં પણ વધારો પણ કરી દીધો છે. દિલ્હીમાં સીએનજીના ભાવમાં 1.70 રૂપિયા પ્રતિ કિલો તથા નોઇડામાં 1.95 રૂપિયા પ્રતિ કિલોનો વધારો કરવામાં આવ્યો છે.

 ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડે કહ્યુ કે, સીએનજીના ભાવમાં થયેલો વધારો 30 સપ્ટેમ્બરે મોડી રાતથી લાગુ કરવામાં આવશે.સીએનજીના ભાવોમાં વધારો કર્યા બાદ દિલ્હીમાં હવે સીએનજી 44.30 રૂપિયા પ્રતિ કિલોના ભાવ પર મળશે. નોઇડા, ગ્રેટર નોઇડા અને ગાઝિયાબાદમાં કિંમત 51.25 રૂપિયા પ્રતિ કિલો થશે. હરિયાણાના રેવાડીમાં સીએનજીનો ભાવ 54.05 પ્રતિકિલોના દરે વેચવામાં આવ્યા છે.

  પ્રાકૃતિક ગેસની કિંમતોમાં વધારો કરનારા દેશો જેવા કે, અમેરિકા, રૂસ, અને કેનેડામાં સરેરાશ દર આધારે દર છ મહિને સંશોધિત કરવામાં આવે છે. ભારત તેના ઉપયોગનો 50 ટકા ગેસ આયાત કરે છે. જેની કિંમતો ધરેલુ ભાવ કરતા બમણી થઇ જાય છે.  

(12:00 am IST)