Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

દિલ્હી-NCRમાં 45 ટકાથી વધુ મહિલાઓ કરે છે દારૂનુ સેવન: નવા સર્વેના ચોંકાવનારા આંકડા

એમ્સના રીપોર મુજબ દિલ્હીમાં આશરે 15 લાખ મહિલાઓ દારૂ પીવે છે

નવી દિલ્હી : દિલ્હી - એનસીઆરમાં 45 ટકા મહિલાઓ સેવન કરે છે. નવા સર્વે રિપોર્ટમાં આ ચોંકવનારો ખુલાસો થયો છે. કમ્યુનિટી અગેઇન્સ્ટ ડ્રંકન ડ્રાઇવિંગ (CADD)  દ્વારા આ સર્વે મે 2019થી 30 જુલાઇ 2019ની વચ્ચે કરાવવામાં આવ્યું હતું. આ સર્વેનો ઉદ્દેશ્ય મહિલાઓની વચ્ચે વધતા આલ્કોહલનાં વેચાણના પ્રભાવને સમજવાનો હતો.
    વિશ્વ સ્વાસ્થય સંગઠન દ્વારા 2010 થી 2017ની વચ્ચે કરાયેલા અભ્યાસ અનુસાર, ભારતમાં દારૂનું વેચાણ 38 % વધ્યું છે. CADD સંસ્થાપક, પ્રિંસ સિંઘલના અનુસાર ભારતમાં દારૂનું બજાર 2.7 લાખ કરોડનું છે જે વિશ્વના સૌથી ઝડપથી વધી રહેલા બજારોમાંથી એક છે. ગત્ત એક દશકમાં મહિલાઓ દ્વારા દારૂનું સેવન ભારતમાં વધ્યું છે. આ વધારો મહત્વકાંક્ષાઓ, સામાજિક દબાણ અને જીવનશૈલીમાં આવેલા પરિવર્તનો કારણે થઇ છે. એમ્સના એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં આશરે 15 લાખ મહિલાઓ દારૂનુ સેવન કરે છે.

    આ અભ્યાસનો ઉદ્દેશ્ય હાલમાં દારૂના વેચાણ, ખર્ચની પેટર્ન, દારૂની આદત અને અન્ય કારકો વિશે માહિતી મેળવવાનું હતું. સર્વે 3 મહિનામાં કરવામાં આવ્યું. આ દરમિયાન 18થી 70 વર્ષનાં આશરે 5000 મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યા હતા. જેમાં દારૂ અને શોખ અંગેના વિવિધ સવાલો પુછવામાં આવ્યા હતા

(10:36 pm IST)