Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

દિલ્હીમાં નિર્માણ પામેલ ગુજરાતી ભવનની મુલાકાત લેતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

આધુનિક સુવિધા સાથે ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વિશાળ 7 માળના ગુજરાત ભવનનું નિર્માણ

દિલ્હીમાં ગુજરાતને એક અનોખી ભેટ મળી છે. ગરવી ગુજરાત ભવનનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી, નાયબ મુખ્મયંત્રી નીતિનભાઈ  પટેલ તથા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

  દિલ્હીમાં સંપૂર્ણ સુવિધાથી સજ્જ અને ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી કરાવતા ગુજરાતી ભાવવની ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મુલાકાત લીધી હતી

   ગુજરાત ભવનમાં ઈકો ફ્રેન્ડલી સુવિધાઓનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. 7 હજાર વર્ગ મીટર ક્ષેત્રમાં ફેલાયેલું છે વૈભવી ગરવી ગુજરાત ભવન. નવી ઈમારત ગુજરાતની આધુનિકતા અને પરંપરા પર આધારિત છે. ગરવી ગુજરાત ભવનની ઈમારત કુલ 7 માળની છે અને સુંદર ડિઝાઈનથી બની છે. ભવનમાં હરિયાળી અને વોટર હાર્વેસ્ટિંગનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

  ગુજરાત ભવનનું નિર્માણ આગરા અને ધૌલપુરના પથ્થરોથી કરવામાં આવ્યું છે. ભવનમાં અત્યાધુનિક 19 સ્યૂટ રૂમ, 79 રૂમ, બિઝનેસ હોલ અને કોંફ્રેસ હોલ છે. લાયબ્રેરી, યોગા સેન્ટર, જિમ્નેશિયમ, રેસ્ટોરાં અને ડાઈનિંગ હોલની સુવિધા પણ રાખવામાં આવી છે.

(8:18 pm IST)